For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતની તાપી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે શુક્રવારે ટેકનીકલ ટીમ આવશે

06:41 PM Nov 20, 2024 IST | revoi editor
સુરતની તાપી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે શુક્રવારે ટેકનીકલ ટીમ આવશે
Advertisement
  • કોચીની જેમ સુરતની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરાશે,
  • તાપી રિવરફ્રન્ટ પર વોટર ટ્રાન્સપોર્ટેશનની બજેટમાં જોગવાઈ કરાઈ હતી,
  • વોટર મેટ્રોમાં તમામ બોટ ઈલેક્ટ્રિક હશે

સુરતઃ  શહેરના તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના તાપી નદીના રિવરફ્રન્ટ પરથી શહેરીજનો વોટર મેટ્રોની મોજ માણી શકે એવું આયોજન કરાશે. હાલ કોચીમાં આવી સેવા ઉપલબ્ધ છે. એટલે કોચીથી એક ટેકનીકલ ટીમ આગામી શુક્રવારે સુરતની મુલાકાતે આવશે. અને એનો અભ્યાસ કરીને રિપોર્ટ મ્યુનિ.કમિશનરને સુપરત કરશે.

Advertisement

સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી શહેરીજનો માટે જીવાદોરી સમાન છે પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત મ્યુનિ.કોર્પોરેશન તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટને ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા વિચારણા કરી રહ્યુ છે. મ્યુનિ. કમિશ્નરની વિદેશમાં મુલાકાત દરમિયાન કોચીના વોટર મેટ્રોના ટેકનિકલ સભ્યોની ટીમ સાથે પણ મુલાકાત થઈ હતી.  મ્યુનિ. કમિશનર સાથેની ચર્ચા બાદ આગામી 22 નવેમ્બરને શુક્રવારે કોચી વોટર મેટ્રોની ટેકનિકલ સભ્યોની ટીમ સુરત આવશે. આ ટીમ સાથે સુરત મ્યુનિની ટીમ બેરેજના અપસ્ટ્રીમની મુલાકાત લેશે. સુરતમાંથી પસાર થતી તાપી નદી પર બેરેજ બનાવવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. તાપી નદી પર બેરેજ બનવા સાથે સુરતીઓને પીવાના પાણીનો સ્ત્રોતમાં વધારો થશે. આ ઉપરાંત તાપી નદી બારેમાસ પાણીથી ભરાયેલી હોય તેવા સમયે તાપી નદીમાં ટ્રાન્સ્પોર્ટેશન માટે પણ ઉપયોગ થઈ શકે તે માટે આયોજન થઈ રહ્યું છે. સુરત મ્યુનિના ડ્રાફ્ટ બજેટમાં તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી.

ભારતના કોચી વિસ્તારમાં દેશની પહેલી વોટર મેટ્રો છે તેવી જ રીતે હવે સુરતમાં વોટર મેટ્રો બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. થોડા સમય પહેલા પેરીસ ખાતે ટ્રાન્સ્પોર્ટેશન અંગેના વર્કશોપમાં ગુજરાત સરકાર વતી પ્રતિનિધિ તરીકે હાજર સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ સાથે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ હેડ પણ ઉપસ્થિત હતા. તેમની આ મુલાકાત બાદ સુરતમાં પણ તાપી નદીમાં વોટર મેટ્રો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement