For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

છોટાઉદેપુરની વિદ્યાર્થિની રાજ્યકક્ષાએ તિરંદાજીની સ્પર્ધામાં આવી પ્રથમ

01:46 PM Nov 01, 2024 IST | revoi editor
છોટાઉદેપુરની વિદ્યાર્થિની રાજ્યકક્ષાએ તિરંદાજીની સ્પર્ધામાં આવી પ્રથમ
Advertisement

અમદાવાદઃ છોટાઉદેપુરમાં રહીને સનરાઇઝ સ્કૂલમાં અભ્યાસ કરતી યુતિ મુન્શીએ ખુબ જ ટૂંકા સમય ગાળામાં તીરંદાજી કોચ દિનેશ ભીલ પાસે તાલીમ મેળવીને આર્ચરીની રમત પર પ્રભુત્વ મેળવ્યું છે. ઉલ્લેખનિય છે કે ગત સપ્ટેમ્બર માસ માં છોટાઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજિત 2024-25 ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં યુતિ મુન્શીએ ભાગ લીધો હતો. તેમાં તેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યાર બાદ 68 મી અખિલ ભારતીય રાજ્યકક્ષા આર્ચરી સ્પર્ધાનું સ્પોર્ટ કોમ્પલેક્ષ સાપુતારામાં આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

  • તીરંદાજી સિવાય સ્વિમિંગ, સ્કેટિંગ, યોગા અને સાયકલિંગમાં પણ નિપુણ

જેમાં અંડર- 14 કેટેગરીની સ્પર્ધામાં પણ તેણીએ છોટાઉદેપુર જિલ્લા તરફથી ભાગ લીધો હતો અને તેમાં ઇન્ડિયન રાઉન્ડ ઇવેન્ટમાં સૌથી વધુ 601 પોઇન્ટ મેળવીને પ્રથમ આવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આમ યુતિ મુન્શી એ અનોખી સિદ્ધિ મેળવીને સમગ્ર રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાનું અને પોતાના પરિવારનું તથા શાળાનું નામ રોશન કર્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર ખાતે આવેલી સનરાઈઝ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યુતિ મુન્શી તીરંદાજી સિવાય સ્વિમિંગ, સ્કેટિંગ, યોગા અને સાયકલિંગમાં પણ નિપુણતા ધરાવે છે. 

  • નવેમ્બર મહિનામાં રાષ્ટ્ર કક્ષાની તીરંદાજી સ્પર્ધા નડિયાદ ખાતે યોજાનાર

તેણીએ રાજ્ય કક્ષાએ તિરંદાજીની સ્પર્ધામાં જે રીતે ભાગ લીધો હતો, તેજ રીતે આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લામાંથી આવેલા કુલ 72 તિરંદાજ દિકરીઓએ પણ ભાગ લીધો હતો અને તેમાં તેણી પ્રથમ આવતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. હવે, 2024 ના અગામી નવેમ્બર મહિનામાં રાષ્ટ્ર કક્ષાની તીરંદાજી સ્પર્ધા નડિયાદ ખાતે યોજાનાર છે અને તેમાં યુતિ મુન્શી ગુજરાત રાજ્ય તરફથી ભાગ લેશે અને છોટાઉદેપુરને રિપ્રેઝન્ટ કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement