For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રના બુલઢાણામાં બે બસ અને જીપકાર વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત, 5ના મોત

02:46 PM Apr 02, 2025 IST | revoi editor
મહારાષ્ટ્રના બુલઢાણામાં બે બસ અને જીપકાર વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત  5ના મોત
Advertisement

પૂણેઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બુલઢાણા જિલ્લાના શેગાંવ-ખામગાંવ હાઈવે પર બે પેસેન્જર બસ અને એક બોલેરો જીપ એકબીજા સાથે અથડાઈ હતી. દુર્ઘટનામાં ઓછામાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Advertisement

પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે 5.30 વાગ્યે એક બોલેરો કાર એસટી બસ સાથે અથડાઈ હતી. જે બાદ પાછળથી આવતી એક ખાનગી પેસેન્જર બસ આ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘાયલોને ખામગાંવની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે, આ ભયાનક અકસ્માત ખરેખર કેવી રીતે થયો અને કોની ભૂલ હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી અનુસાર, સ્પીડમાં આવતી બોલેરો શેગાંવથી કોલ્હાપુર જઈ રહી હતી. તે જ સમયે એસટી નિગમની એક બસ પુનાથી પરવાડા જઈ રહી હતી. તેવી જ રીતે એક ખાનગી પેસેન્જર બસ આ બંને અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 7ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પ્રાઈવેટ બસનો ડ્રાઈવર હજુ અંદર ફસાયેલો છે અને પોલીસ હાલ તેને બચાવવાની કામગીરી કરી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનોના ચકકાજામ થઈ ગયા હતા. હાલ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement