For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં પૂર ઝડપે કારે અકસ્માત બાદ પલટી ખાધી

05:34 PM Apr 09, 2025 IST | revoi editor
વડોદરામાં ગોત્રી વિસ્તારમાં પૂર ઝડપે કારે અકસ્માત બાદ પલટી ખાધી
Advertisement
  • સ્થાનિક લોકોનો આક્ષેપ કારચાલક પીધેલી હાલતમાં હતો
  • પૂરઝડપે કારે પાર્ક કરેલી કારને ટક્કર માર્યા બાદ પલટી ખાધી
  • પોલીસે કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી

વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ગત રાતે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. શહેરના ગોત્રી ESI હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે રસ્તામાં પાર્ક કરેલી કારને પાછળથી ટક્કર મારીને અચાનક પલટી ખાઈ ગઈ હતી, આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતુ. જોકે આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિક લોકોએ કારચાલક પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અકસ્માતો થઈ રહ્યા છે. ગઈ મોડીરાત્રે ગોત્રી ESI હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે રસ્તામાં પાર્ક કરેલી કારની પાછળથી ટક્કર મારીને અચાનક પલટી ખાઈ ગઈ હતી, આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતુ. અકસ્માતની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. અકસ્માત સમયે કારચાલક પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે જઈ રહ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું.

વડોદરા શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. શહેર પોલીસ રાત્રિના સમયે પૂરપાટ ઝડપે દોડતા વાહનોને રોકવામાં નિષ્ફળ નીવડી છે. શહરેમાં મંગળવારે રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગોત્રી ESI હોસ્પિટલ પાસે પૂરપાટ આવતા મારૂતિ બ્રેઝા કારના ચાલકે રસ્તા પર પાર્ક કરેલી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બ્રેઝા કાર કાગળની જેલ પલટી ખાઈને ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માત સર્જાતાની સાથે ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. લોકોએ ભેગા થઇને કારને ધક્કો મારીને ડિવાઈડર પરથી સીધી કરી હતી. કારની સ્થિતિ જોઈને લાગતું હતું કે, કાર વધુ સ્પીડમાં હતી અને ચાલક પીધેલો હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા. બીજી તરફ અકસ્માતની ઘટના સીસીટીવી પણ સામે આવી છે, જેમાં કારચાલક રસ્તા પર પાર્ક કરેલી કારને ટક્કર મારે છે અને ત્યારબાદ તેની કાર પલટી ખાઈને ડિવાઇડર પર ચડી જાય છે. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારચાલકની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement