ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
પાકિસ્તાન જીતવામાં તો નહીં પરંતુ હવે હારવામાં વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમ 500થી વધુ રન બનાવ્યા પછી પણ મેચ હારી ગઈ. આ રેકોર્ડ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મુલતાનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બન્યો હતો.
આ ટેસ્ટમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 556 રન બનાવ્યા હતા. આ પછી ઇંગ્લેન્ડની ઇનિંગ્સ શરૂ થઈ. હેરી બ્રુકની ટ્રિપલ અને જો રૂટની ડબલ સેન્ચુરીની મદદથી ઇંગ્લેન્ડે 823 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પાકિસ્તાન પર 267 રનની લીડ મેળવી હતી.પાકિસ્તાન બીજી ઇનિંગમાં 220 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડે આ મેચ ઇનિંગ્સ અને 47 રને જીતી લીધી હતી. પ્રથમ સત્તાવાર ટેસ્ટ પહેલીવાર 1877માં રમાઈ હતી. તે પછી, પહેલીવાર કોઈ ટીમ આ રીતે હારી છે.
પાકિસ્તાનની ટીમ છેલ્લા 44 મહિનાથી હોમ ગ્રાઉન્ડ પર એકપણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. મુલ્તાન ટેસ્ટ જીતીને ઇંગ્લેન્ડે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.આમ, પાકિસ્તાન હવે હારવામાં પોતાનો શરમજનક દેખાવ કરી રહી છે.