For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ નજીક ગ્યાસપુર પાસે 500 એકર જમીનમાં સફારી પાર્ક બનાવાશે

05:05 PM Dec 28, 2024 IST | revoi editor
અમદાવાદ નજીક ગ્યાસપુર પાસે 500 એકર જમીનમાં સફારી પાર્ક બનાવાશે
Advertisement
  • AMC દ્વારા 250 કરોડના ખર્ચે જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવાશે
  • પ્રોજેક્ટ મંજુરી માટે કેન્દ્ર સરકારને મોકલી અપાયો
  • આખેઆખી વન્યજીવ સૃષ્ટિ ઉભી કરાશે

અમદાવાદઃ શહેર નજીક ગ્યાસપુરમાં સાબરમતી નદીના કોતરો નજીક 500 એકરમાં સફારી પાર્ક તૈયાર કરાશે. આ પાર્ક દેશનો બીજા નંબરનો કૃત્રિમ બાયોડાયવર્સિટી પાર્ક હશે. એએમસી દ્વારા સફારી પાર્કની ડિઝાઇનને અંતિમ ઓપ અપાઈ ગયો છે. અને તેને મંજુરી માટે કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યો છે.  કેન્દ્ર સરકારની મંજુરી મળ્યા બાદ  જંગલ સફારીનું કામ 7 તબક્કામાં પૂરું કતરાશે. મ્યુનિ. દ્વારા રૂપિયા 250 કરોડના આ પ્રોજેક્ટના વિવિધ કામ માટે ટેન્ડરો કેન્દ્રની મંજુરી બાદ જારી કરવામાં આવશે.

Advertisement

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ ઝડપી ગતિએ વધી રહ્યો છે. રાજ્યના નાનામાં નાના શહેરો પર આ કારણે ફોકસમાં આવ્યા છે. ત્યારે હવે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની નવી ઓળખ મળવા જઈ રહી છે. ક્રોંકિટથી ઘેરાયેલા અમદાવાદને હવે એક જંગલ સફારી મળશે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્યાસપુર ખાતે ગુજરાતનું સૌથી મોટું અને વિશાળ જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવાશે. સફારી પાર્ક બનાવવા માટેનો પ્રાથમિક રિપોર્ટ પર્યાવરણ મંત્રાલય દિલ્હી ખાતે મોકલવામાં આવ્યો છે. જેને લીલીઝંડી મળતા જ કામ શરૂ થઈ જશે

અમદાવાદમાં ગ્યાસપુર પાસે સાબરમતી નદીના કોતરોમાં વિશાળ જંગલ સફારી પાર્ક બનાવાશે. જેના માટે અંદાજિત 200 થી 250 કરોડનો ખર્ચ કરાશે. સાબરમતીના પટમાં 500 એકરની જમીન પર આખેઆખી વન્યજીવ સૃષ્ટિ ઉભી કરવામાં આવશે. લોકોને મનોરંજનની સાથે સાથે વન્યજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવાની તક મળે તેવું આયોજન કરાશે.  દેશનો બીજા નંબરનો સૌથી મોટો કૃત્રિમ જંગલ સફારી પાર્ક તૈયાર કરાશે. જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ વિશાળ હશે. જેના માટે ડીપીઆર તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. શહેરના ગ્યાસપુર વિસ્તાર શહેરથી બહારનો વિસ્તાર અને ખૂબ મોટી જગ્યા હોવાના કારણે ત્યાં બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જંગલ સફારી માટે નવા પ્રાણીઓ લાવવા પડશે. દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ આ પ્રોજેક્ટના ટેન્ડર બહાર પડાયા હતા, તે સમયે કોઈએ રસ દાખવ્યો ન હતો. પરંતું હવે ફરીથી જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે અધિકારીઓને સૂચના આપતા તેઓ દ્વારા પ્રક્રિયા શરૂ કરાઈ છે અને દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement