હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદમાં વર્ષ 2010 પહેલાના 38 ઓવરબ્રિજનું ઈન્સ્પેક્શન કરીને રિપોર્ટ અપાશે

05:37 PM Jul 11, 2025 IST | revoi editor
Advertisement

 અમદાવાદઃ  વડોદરા નજીક મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વર્ષ 2010 પહેલા બનેલા તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરાવવાનો નિર્ણય લીધે છે. તેમજ સાબરમતી નદી પર આવેલા બે ઓવરબ્રિજના ફરીથી લોડ ટેસ્ટ કરવામાં આવશે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તમામ બ્રિજો પર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરશે અને જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં પ્રાથમિક રીપેરિંગ કરવામાં આવશે.

Advertisement

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બે દિવસમાં તમામ ઓવરબ્રિજનો સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. બ્રિજની ગંભીર દુર્ઘટનાને ધ્યાને લેતા શહેરમાં સાબરમતી નદી પર આવેલા બે જેટલા ઓવરબ્રિજનો ફરીથી લોડ ટેસ્ટ કરવામાં આવશે. વર્ષ 2010 પહેલાં બનેલા 38 જેટલા ઓવરબ્રિજ સૌથી પહેલાં પ્રાયોરિટીમાં ઇન્સ્પેક્શન કરવામાં આવશે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તમામ બ્રિજો પર વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરશે અને જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં પ્રાથમિક રીપેરિંગ કરવામાં આવશે. જોકે  ત્રણ મહિના અગાઉ 16 બ્રિજના ઇન્સ્પેક્શનના રિપોર્ટ હજી સુધી આવ્યા નથી.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગત વર્ષે 69 જેટલા બ્રિજના પ્રાથમિક ઇન્સ્પેક્શન કર્યા બાદ તેના રિપોર્ટ મુજબ રીપેરિંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ઇન્સ્પેક્શનમાં કાલુપુર બ્રિજ, અસારવા બ્રિજ અને કેડિલા બ્રિજ સહિતના ઓવરબ્રિજમાં મેજર રીપેરિંગની જરૂરિયાત હોવાથી તેમાં રીપેરિંગ કરવામાં આવ્યું હતું. જેની કામગીરી પણ પૂર્ણ થઈ ચુકી છે. શહેરના ગાંધી બ્રિજ, સરદાર બ્રિજ, જીવરાજપાર્ક અને ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર રીપેરિંગ કામગીરી હાલ કરવામાં આવી રહી છે.

Advertisement

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વર્ષ 2010 પહેલાંના તમામ બ્રિજોને સૌથી પહેલાં તપાસવામાં આવી રહ્યા છે. બે દિવસમાં તમામ બ્રિજોનું ચેકિંગ અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને જ્યાં જરૂરિયાત લાગે તે મુજબની તપાસ કરી રિપોર્ટ આપવામાં આવશે. આગામી એક અઠવાડિયામાં કન્સલ્ટન્ટ મારફતે બ્રિજોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવી વિગતો તૈયાર કરવામાં આવશે.

Advertisement
Tags :
38 OverbridgeAajna SamacharahmedabadBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharInspectionLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article