હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ધાનેરા તાલુકાના કુંવારલા ગામે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો, 13 લોકોને ભર્યા બચકા

05:32 PM Dec 03, 2025 IST | Vinayak Barot
Advertisement

ધાનેરાઃ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંવારલા ગામમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. એક જ રાતમાં ગામના અલગ-અલગ વિસ્તારોમાં 13 જેટલા લોકોને બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.જેમાં ત્રણ વર્ષની બાળકીને હડકાયા કતરાએ બચકા ભરતા તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ડૉગ બાઈટનો ભોગ બનેલા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે 108 ઈમરજન્સી સેવા મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના કંવારવા ગામે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. લોકોને કરડવા માટે હડકાયા કૂતરાએ દોડ મુકતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હડકાયો કૂતરો બાળકી સહિત 13 લોકોએ કરડ્યો હતો. ડૉગ બાઈટનો ભોગ બનેલા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે 108 ઈમરજન્સી સેવા મારફતે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારાઓમાં એક માત્ર 3 વર્ષની નાની બાળકીની હાલત અત્યંત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવી છે.

આ ઘટના બાદ કુંવારલા ગામના લોકોમાં ભારે ફફડાટ છે. રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, અને મહિલાઓ તથા બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. સરપંચ ભૂરીબેને જણાવ્યું હતું કે રાતના સમયે 15 જેટલા લોકોને કુતરાએ કરડ્યું હતું. ગામલોકોએ વેટરનરી વિભાગ, ગ્રામ પંચાયત અને તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે આ હડકાયા કુતરાને પકડીને ગામને સુરક્ષિત બનાવવામાં આવે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર હાલ નિદ્રાધીન અવસ્થામાં છે.

Advertisement

Advertisement
Tags :
Aajna Samacharbitten 13 peopleBreaking News GujaratidhaneraGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharKunwarla villageLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrabid dogsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article