અમદાવાદમાં પાર્સલની આડમાં આવેલો નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ ડ્રગ્સ માફિયાઓ અને પેડલર ડ્રગ્સની હેરાફેરી માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના શાહિબાગ ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. 110 જેટલા પાર્સલના આડમાં આ ગાંજો આવ્યોહોવાનું જાણવા મલે છે. આ પાર્સલ અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડથી આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે. અહીંથી આ પાર્સલ 10 જિલ્લામાં જવાના હતા. જો કે, તે પૂર્વે જ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે આ જથ્થાને ઝડપી લીધો હતો. ગાંજાની સાથે લિક્વિડ કેમિકલ ડ્રગ્સ હોવાનું પણ પણ ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો. અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ હાથધરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.નાર્કો રિવોર્ડ પોલિસી લૉન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે,ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ.