For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના નારણપુરામાં 25.68 લાખનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાયો

06:30 PM Nov 20, 2024 IST | revoi editor
અમદાવાદના નારણપુરામાં 25 68 લાખનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાયો
Advertisement
  • નારણપુરામાં હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળે SOGએ પાડી રેડ,
  • 6 આરોપીઓની ધરપકડ, 7 સામે ગુનો નોંધાયો,
  • ડ્રગ્સનો જથ્થો પકડાતા આજુબાજુના રહિશો પણ ચોંકી ઊઠ્યા

અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસર નજીકના એક હાઈરાઈઝ બિલ્ડિંગના 14માં માળે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસે દરોડો પાડીને 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સનો 25.68 કિંમતનો જથ્થો પકડી પાડ્યો હતો. આ ગુનામાં 7 શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતમાં રોજબરોજ ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, એવો એક પણ દિવસ હોતો નથી કે ડ્રગ્સ ના ઝડપાયું હોય. ત્યારે આ ઘટનામાં વધારો કરતા અમદાવાદમાં વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. શહેરના નારણપુરા વિસ્તારમાંથી મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો છે. સમગ્ર ઘટનામાં 7 આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધાઇ હતી. SOG પોલીસને નારણપુરા વિસ્તારમાં 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આજે સવારે શહેરના નારણપુરા વિસ્તારમાં એક ફ્લેટમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. નારણપુરા જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના 14માં માળેથી એસઓજીએ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ જગ્યા પરથી પોલીસને આશરે 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ એટલે કે 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. SOG પોલીસે કુલ 7 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ શહેરના નારણપુરા જૈન દેરાસર પાસે આવેલા એલીફંટા સોસાયટીમાં જીગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલિગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડીને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એસઓજી દ્વારા 7 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે સાત માંથી પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement