For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કડીમાં નકલી પનીર અને કપાસિયા તેલનો જથ્થો ઝડપાયો

10:58 AM Mar 06, 2025 IST | revoi editor
કડીમાં નકલી પનીર અને કપાસિયા તેલનો જથ્થો ઝડપાયો
Advertisement

ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના કડી ખાતે નકલી પનીર અને કપાસીયા તેલનો જથ્થો ઝડપાયો હતો, જેમાં ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો હતો અને કેશવી ફૂડ પ્રોડ્કટ્સની પેઢીમાંથી નકલી પનીર ઝડપાયુ હતુ.

Advertisement

આ બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલ નો આશરે કુલ 2300 કિ.ગ્રા. અને 1600 કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે આશરે 5.5 લાખ તથા 2.30 લાખ થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે.

મળતી જાણકારી અનુસાર, રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મે. કેશવી ફુડ પ્રોડક્ટસ પેઢીમાં તપાસ દરમિયાન ફુડ પરવાનો મેળવ્યા વગર એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરતા હોવાનુ સ્થળ પર જણાઈ આવેલ હતું. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમુનો લેવામાં આવેલ અને પનીરનો બાકીનો 2300 કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૫.૫ લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત પનીર નો શંકાસ્પદ જથ્થો ઝમઝમ રેસ્ટોરન્ટ, વિરમગામ; હોટલ સહયોગ, વિરમગામ; મુસાફિર રેસ્ટોરન્ટ, કલોલ; આઈ ખોડલ ઢાબા, છત્રાલ; હોટલ અમીરસ, છત્રાલ અને હોટલ સત્કાર, છત્રાલ જેવી અમદાવાદ આસપાસની હોટેલોમાં આશરે રુ. 240 પ્રતિ કિગ્રાના દરે વેચાતો હતો.

Advertisement

જ્યારે બીજી તરફ કડી તાલુકામાં અન્ય એક પેઢી મે. ધરતી ઈંડસ્ટ્રીઝ ખાતે તેલ માં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન સ્થળ પર કપાસીયા તેલ માં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસીયા તેલનો નમુનો લઈ 1600 કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. 2.30 લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે.

આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement