For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટની સેન્ટ્રલ જેલની 30 ફુટ ઊંચી દીવાલ કૂદીને ભગવા જતો કેદી પટકાયો

05:43 PM May 08, 2025 IST | revoi editor
રાજકોટની સેન્ટ્રલ જેલની 30 ફુટ ઊંચી દીવાલ કૂદીને ભગવા જતો કેદી પટકાયો
Advertisement
  • 30 ફુટથી પટકાતા કેદીને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો
  • કેદી વિવિધ ગુનામાં 18 વર્ષથી જેલમાં સજા કાપી રહ્યો છે
  • પોલીસે કેદી સામે ગુનોં નોંધી તપાસ હાથ ધરી

રાજકોટઃ શહેરમાં આવેલી જિલ્લા જેલમાંથી 30 ફૂટની દીવાલ કૂદીને એક કેદીએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 30 ફુટની દીવાલ પરથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓ થતાં કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અગાઉ મર્ડર, લૂંટ અને પોલીસ પર હુમલો સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો કેદી અઢારેક વર્ષથી રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપતો મૂળ જામનગરનો અને હાલ રાજકોટના દૂધસાગર રોડ પર રહેતો હોવાનું જાણવા મળ્યુ છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતો અને હાલ રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપતો આમદ ઉર્ફે જાવેદ સિદીકભાઇ સંધી (ઉ.વ.50) બપોરે જેલની દીવાલ કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 30 ફુટની દીવાલ પરથી નીચે પટકાતાં તેને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ પ્રધ્યુમનનગર પોલીસ મથકને થતાં એએસઆઇ શીતલબેન સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં આમદ ઉર્ફે જાવેદ અઢારેક વર્ષથી જેલમાં હોવાનું અને અગાઉ કેટલાક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસની વધુ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે,  બપોરના સમયે જેલમાં પાઇપ વડે ત્રીસેક ફૂટની દીવાલ ચડી ગયા બાદ ચાદર બાંધી ઉતરવાની કોશિશ કરી હતી, પરંતુ ચાદર હાથમાંથી છૂટી જતાં નીચે પટકાયો હતો અને હાથ અને પગમાં ફ્રેક્ચર થયાનું તબીબે જણાવતા પોલીસે જેલ પોલીસની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે કેદી સામે ભાગવાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે. આ કેદીએ અગાઉ પણ પોલીસના જાપ્તામાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો

Advertisement

Advertisement
Tags :
Advertisement