For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લગ્નના છુટાછેડા માટે હવે નોટરી એફિડેવિટ નહીં ચાલે, સરકારે કર્યો પરિપત્ર

04:45 PM Dec 28, 2024 IST | revoi editor
લગ્નના છુટાછેડા માટે હવે નોટરી એફિડેવિટ નહીં ચાલે  સરકારે કર્યો પરિપત્ર
Advertisement
  • છૂટાછેડા માટે નોટરી સમક્ષ કરાયેલું સોગંદનામુ માન્ય ગણાશે નહીં
  • માત્ર ફેમીલી કોર્ટ જ છૂટાછેડા આપી શકશે
  • વકીલો કહે છે, સરકારના નિર્ણથી ફેમિલી કોર્ટમાં કેસનો વધુ ભરાવો થશે

અમદાવાદઃ લગ્નજીવન બાદ પતિ-પત્ની વચ્ચે ઝગડાઓ વધે અને છુટાછેડાની નોબત આવે ત્યારે ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડાની ડીડ મેળવાતી હોય છે. પતિ કે પત્ની કોઈ એકને છૂટાછેડા લેવા હોય તો પણ ફેમિલી કોર્ટ કેસ દાખલ કરવા પડે છે. અને તેના ચુકાદા બાદ જ છુટાછેડા મળતા હોય છે. પરંતુ કેટલાક સમાજોમાં સમાજના અગ્રણીઓ દ્વારા જ છુટાછેડા અપાતા હોય છે. જ્યારે બન્નેપક્ષની સંમતીથી છુટાછેડા માટે નોટરી સમક્ષ સોગંદનામું કરવામાં આવે છે. નોટરી દ્વારા એફિડેવિટથી મળેલા છૂટાછેડા બાદ કેટલાક પ્રશ્નો સર્જાતા હોય છે. આથી સરકારે પરિપત્ર કરીને છુટાછેડા માટે હવે નોટરી એફિડેવિટને માન્ય રાખવામાં આવશે નહીં, તે ગેરકાયદે રહેશે તેમ જણાવ્યું છે. જેથી હવે દંપતિએ  કોર્ટમાં છૂટા છેડા લેવા જવુ પડશે. અદાલતની કાર્યવાહી ખર્ચાળ, લાંબી અને સમય માંગે છે. જેથી લોકોને છૂટાછેડા લેવામાં મુશ્કેલીઓ વધી પણ શકે છે.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયુ છે. કે, સોગંદનામામાં કરારના આધારે લગ્ન કે છૂટાછેડા કરાવવા નોટરીને કોઈ અધિકાર નથી. કાયદા મંત્રાલયના નાયબ સચિવ રાજીવ કુમાર દ્વારા ઇશ્યુ થયેલા આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, નોટરી કાયદાની કલમ 8 તથા નોટરી કાયદાઓની 1556 ના નિયમ 11 ના પેટા નિયમ 8 માં લગ્ન કે છૂટાછેડા કરાવવાનું નોટરી ના અધિકાર ક્ષેત્ર કે કાર્યવાહીમાં આવતું ન હોવાનું સ્પષ્ટ સૂચવાયું છે. આ કાયદાકીય નિયમો અંતર્ગત નોકરી લગ્ન કે છૂટાછેડાના સોગંદનામામાં નોટરાઇઝ કરી શકતા નથી. નોટરી કાયદા 1952 કે નોકરી નિયમ 1956 હેઠળ નોટરી લગ્ન કે છૂટાછેડાને પ્રમાણિત કરવાના અધિકારો ધરાવતા નથી. નોટરીને લગ્ન અધિકારી તરીકેની નિયુક્તિ નથી. આની સાથે આ પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નોટરી નિયમો 1956 ના નિયમ 13 નું સંબંધિત નોટરીઓએ પાલન કરવું ફરજિયાત છે અને નોટરી કાયદાની કલમ 13 ની પેટા કલમ d તથા નોટરી 1956 ના નિયમ 13 ના પેટા નિયમ 12 9b હેઠળ પગલા કાર્યવાહી થઈ શકે છે.

આ અંગે કેટલાક વકિલોના રહેવા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં  પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે, કોઈપણ નોટરીએ છૂટાછેડા અથવા મેરેજ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ કરી ન શકે આના કારણે જે નીચલા વર્ગની મહિલાઓ હતી, જે ગરીબ મહિલાઓ હતી એ પતિ પત્નીના ઝઘડાઓના કારણે અંતે છૂટાછેડા લેવા માટે નોટરી પાસે જતી હતી. તેને બહુ જ સરળતાથી અને ઓછા ખર્ચે છૂટાછેડા મળી જતા હતા પરંતુ જ્યારથી આ નોટિફિકેશન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ત્યારથી જે સ્લમ વિસ્તારની બહેનો છે એને છૂટાછેડા લેવામાં અને મેરેજ રજીસ્ટ્રેશન કરવામાં બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement