કૃષિ-ખાદ્ય નિકાસને વેગ આપવા માટે ભારતી નામની એક નવી પહેલ શરૂ કરાઈ
નવી દિલ્હીઃ કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ -APEDA એ ભારતના કૃષિ-ખાદ્ય નિકાસને વેગ આપવા માટે ભારતી નામની એક નવી પહેલ શરૂ કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આ સંદર્ભમાં નવી દિલ્હીમાં કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ વેપાર મંત્રી ડૉ. થાની બિન અહેમદ અલ ઝેયૌદી સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી.
ભારતી 2030 સુધીમાં 100 કૃષિ-ખાદ્ય સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને નિકાસને 50 અબજ અમેરિકન ડોલર સુધી લઈ જવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે. ભારતીનો અર્થ ભારતમાં કૃષિ ટેકનોલોજી, યોગ્યતા અને વિકાસ કેન્દ્ર છે જે સંબંધિત સાહસોને નિકાસ કરવા સક્ષમ બનાવશે. આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા સરકારનો ઉદ્દેશ નિકાસને વેગ આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક કૃષિ-ખાદ્ય વેપારમાં ભારતની સ્થિતિ મજબૂત કરવાનો છે.