For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નક્સલ વિરોધી કામગીરીને કારણે 6.5 કરોડ લોકોના જીવનમાં એક નવી સવાર આવી: અમિત શાહ

06:18 PM Sep 03, 2025 IST | revoi editor
નક્સલ વિરોધી કામગીરીને કારણે 6 5 કરોડ લોકોના જીવનમાં એક નવી સવાર આવી  અમિત શાહ
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં CRPF, છત્તીસગઢ પોલીસ, DRG અને CoBRA જવાનોને મળ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું જેમણે કર્રેગુટ્ટાલુ ટેકરી પર 'ઓપરેશન બ્લેક ફોરેસ્ટ' સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ કર્રેગુટ્ટાલુ ટેકરી પર અત્યાર સુધીના સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશન 'ઓપરેશન બ્લેક ફોરેસ્ટ'ને સફળ બનાવવામાં જવાનોની બહાદુરી અને વીરતા દેખાડવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે 'ઓપરેશન બ્લેક ફોરેસ્ટ' દરમિયાન જવાનોની બહાદુરી અને પરાક્રમને નક્સલ વિરોધી ઓપરેશનના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે યાદ કરવામાં આવશે.

અમિત શાહે કહ્યું હતું કે મોદી સરકાર ત્યાં સુધી આરામથી નહીં બેસે, જ્યાં સુધી બધા નક્સલીઓ શરણાગતિ સ્વીકારશે નહીં, કે પકડાય નહીં જાય અથવા ખતમ ન થઈ જાય. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અમે ભારતને નક્સલ મુક્ત બનાવીશું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે ભીષણ ગરમી, ઊંચાઈ અને દરેક પગલે IEDના ભય છતાં સુરક્ષા દળોએ ખૂબ જ હિંમતથી ઓપરેશનને સફળ બનાવ્યું અને નક્સલીઓના બેઝ કેમ્પનો નાશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કર્રેગુટ્ટાલુ ટેકરી પર બનેલા નક્સલીઓના મટિરિયલ ડેપો અને સપ્લાય ચેઇનને છત્તીસગઢ પોલીસ, CRPF, DRG અને CoBRAના સૈનિકોએ બહાદુરીથી નાશ કર્યો છે.

Advertisement

અમિત શાહે કહ્યું હતું કે નક્સલવાદીઓએ દેશના સૌથી ઓછા વિકસિત વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે, શાળાઓ, હોસ્પિટલો બંધ કરી દીધી છે અને સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચવા દીધી નથી. તેમણે કહ્યું હતું કે નક્સલ વિરોધી કામગીરીને કારણે પશુપતિનાથથી તિરુપતિ સુધીના વિસ્તારના 6.5 કરોડ લોકોના જીવનમાં એક નવો સૂર્યોદય થયો છે. શ્રી શાહે કહ્યું હતું કે મોદી સરકાર નક્સલ વિરોધી કામગીરીમાં ગંભીર શારીરિક ઇજાઓ સહન કરનારા સુરક્ષા દળોના જીવનને સરળ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર 31 માર્ચ, 2026 સુધીમાં દેશને નક્સલવાદથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.

Advertisement
Tags :
Advertisement