For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના વિજય ચાર રસ્તા પર ખાનગી બસની અડફેટે બાઈકચાલકનું મોત

05:18 PM Mar 06, 2025 IST | revoi editor
અમદાવાદના વિજય ચાર રસ્તા પર ખાનગી બસની અડફેટે બાઈકચાલકનું મોત
Advertisement
  • ખાનગી બસનો ચાલક બસ મુકીને નાસી ગયો
  • બનાવની જાણ ટ્રાફિક પોલીસ દોડી આવી
  • ખાનગી બસ ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે અકસ્માતનો વધુ એક બનાવ શહેરના વિજય ચાર રસ્તા નજીક બન્યો હતો, આજે સવારે વિજય ચાર રસ્તા પાસે પૂરફાટ ઝડપે જતી ખાનગી બસએ બાઈકને અડફેટે લેતા બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ ખનગી બસનો ચાલક બસ મુકીને નાસી ગયો હતો.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  આજે સવારે વિજય ચાર રસ્તા પાસેથી ગાંધીનગરનો રહેવાસી રામચંદ્ર રાય નામનો યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક ખાનગી બસ ફુલ ઝડપે આવી રહી હતી અને તેણે બાઈકચાલકને અડફેટે લેતા બાઈકચાલક રોડ પર પટકાયો હતો. અને તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલા ખાનગી બસનો ચાલક નાસી ગયો હતો.

આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અકસ્માત થયો તે સમયે બસની સ્પીડ વધારે હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માતના બનાવના સીસીટીવી કૂટેજ પણ મેળવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement