For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વાવમાં તોફાની વાંદરાને ટ્રેન્ક્યુલાઈઝર ગનથી બેહોશ કરીને પાંજરે પૂર્યો

03:10 PM May 25, 2025 IST | revoi editor
વાવમાં તોફાની વાંદરાને ટ્રેન્ક્યુલાઈઝર ગનથી બેહોશ કરીને પાંજરે પૂર્યો
Advertisement
  • છેલ્લા 10 દિવસથી તોફાની વાનરે તરખાટ મચાવ્યો હતો
  • ત્રણ વ્યક્તિઓ પર હુમલા કર્યા હતા
  • ધાબા પર ઊંઘવા જતા લોકોને તોફાની વાનર પરેશામન કરતો હતો

પાલનપુરઃ વાવમાં તોફાની વાનરે ભારે તરખાટ મચાવ્યો હતો. છેલ્લા 10 દિવસથી તોફાની વાનર રસ્તા પર જતા આવતા લોકો પર હુમલા કરતો હતો. એટલું નહીં રાતે ધાબા પર સુવા માટે જતા લોકો પર પણ હુમલા કરતો હતો. તોફાની વાનરને પકડવા માટે સ્થાનિક લોકોએ વન વિભાગને રજુઆત કરી હતી. આખરે વન વિભાગની ટીમે ટ્રેન્ક્યુલાઇઝર ગનથી બેહોશ કરી વાનરને પાંજરે પૂરવામાં આવ્યો હતો.

Advertisement

વાવમાં તોફાની વાનરે આતંક મચાવ્યો હતો. તાજેતરમાં વાંનરે વધુ એક યુવક ઉપર હુમલો કર્યો હતો. છેલ્લા 10 દિવસથી તોફાની વાંનરના ત્રાસથી લોકો ઘરની બહાર નિકળી શકતા નહતા. વાનરે વધુ ત્રણ વ્યકિતઓ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જેને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરૂ મુકવામાં આવ્યું હતુ. પરંતુ લોકેશન મળતુ ન હતુ. દરમિયાન શુક્રવારે અગાશી ઉપર ભર નિંદ્રા માણી રહેલા જીગરભાઈ રાજપૂતને તોફાની વાંદરો પગે બચકું ભરી ઘાયલ કર્યા હતા. ત્યારબાદ બાજુમાં આવેલી શેરીના બાવળ ઉપર વાનર બેઠો હતો. સ્થાનિક લોકોએ તોફાની વાંદરાનું લોકેશન મેળવી વન વિભાગને જાણ કરી દેતા વન વિભાગ દ્વારા પાલનપુરથી ટીમ બોલાવવામાં આવી હતી. અને ટ્રેક્યુલાઇઝર ગનથી વાંદરાને બેહોશ કરી પાંજરે પુરવામાં આવ્યો હતો. જેને જંગલમાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવશે તેમ વન અધિકારીએ જણાવ્યું હતુ.

તોફાની વાંદરો પાંજરે પૂરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગે માત્ર 5 મિનિટમાં જ ઓપરેશન પાર પાડીને વાનરને પાંજરે પૂર્યો હતો. ધાબા પર ઊંઘી રહેલા યુવકના પગમાં બચકું ભરી વાંદરો નજીકમાં આવેલા બાવળના ઝાડ ઉપર ચડી ગયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જ્યાં દોડી આવેલી પાલનપુરની ટીમે ટ્રેક્યુલાઈઝર ગનથી માત્ર પાંચ જ મિનિટમાં બેહોશ કરી ઓપરેશન પાર પાડ્યું હતું. અને વાંદરાને પકડી પાંજરામાં પુરાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement