હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વડોદરા પાસે કામરોલ ગામે વિશ્વીમિત્રી નદીમાં આધેડ મહિલાને મગર ખેંચી ગયો

04:37 PM Jan 21, 2025 IST | revoi editor
Advertisement

વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ મગરો જોવા મળી રહ્યા છે. મહાકાય મગરોને કારણે લોકો નદી કાંઠે જતાં પણ ડર અનુભવતા હોય છે. ત્યારે શહેર નજીક આવેલા કામરોલ નજીક વિશ્વામિત્રી નદીમાં મગરે વધુ એક વ્યક્તિનો શિકાર કર્યો હોવાનો બનાવ બનતા ફોરેસ્ટ વિભાગે ફાયર બ્રિગેડની મદદ લીધી છે. આ બનાવ ગઇકાલે સાંજે બન્યો હતો અને હજુ સુઘી ફાયર વિભાગની ટીમ આધેડ મહિલાની શોધખોળ કરી રહી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  વડોદરા પાસેના કામરોલ ગામેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વારંવાર મગરો દેખા દેતા હોય છે. અહીં ખેતરો સાચવવા માટે કેટલાક શ્રમજીવી પરિવારો પણ રહેતા હોય છે. ગઈકાલે મોડી સાંજે આધેડ મહિલા મેકલીબેન ભિલાલા પશુ ચરાવતા હતા, તે દરમિયાન એક ઢોર સામે કિનારે જતું રહેતા તેને લેવા નદી ક્રોસ કરવાં જતા મેકલીબેનને એક મહાકાય મગર નદીમાં ખેંચી ગયો હતો, આ બનાવની જાણ થતાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વડોદરાના પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામરોલ, કોટાલી તેમજ માંગરોલ ગામ સુધી શોધખોળ કરવામાં આવી રહી છે. હાલમાં પણ ફાયર વિભાગની એક ટીમ કામગીરી કરી રહી છે. પણ હજુ મહિલાનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી.

આ અંગે પાણીગેટ ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ 52 વર્ષીય આધેડ મહિલા ઢોર ચડાવવા ગઈ હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી. આ બનાવ અંગે અમને કોલ મળતા ગઈકાલે સાંજથી કામગીરી કરી રહ્યાં છીએ. સ્થાનિકોનું કહેવું છે કે, આ વિશ્વામિત્રી નદીમાં મગર મહિલાને ખેંચી ગયો છે. સ્થળ પરથી ચંપલ અને કપડા મળી આવ્યા છે અને હાલમાં શોધખોળ ચાલી રહી છે. આ સમગ્ર મામલે હાલમાં વડોદરા શહેર પાણીગેટ ફાયર વિભાગની ટીમ, ફોરેસ્ટ વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ હાલમાં કામગીરી કરી રહી છે અને આધેડ મહિલાની શોધખોળ ચાલી રહી છે. મહીલા કઈ સ્થિતિમાં છે તે ફાયર વિભાગ શોધે બાદમાં જ ખબર પડશે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSmiddle-aged woman dragged by crocodileMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharvadodaraviral newsVishvimitri river
Advertisement
Next Article