અમદાવાદના પ્રથમ શહીદ વીર ઉમાકાંત કડિયાની શહાદત નિમિતે શનિવારે યોજાશે વિરાંજલી કાર્યક્રમ
રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાન પ્રેરિત અમર છાત્ર-શહીદ વીદ વિનોદ કિનારીવાલા જન્મ-શતાબ્દી મહોત્સવ સમિતિ, અમદાવાદ દ્વારા વર્ષ 1942માં અંગ્રેજો હિંદ છોડો સ્વાતંત્ર્ય આંદોલનના અમદાવાદના પ્રથમ શહીદ વીર ઉમાકાંત કડિયાની શહાદત નિમિત્તે અમદાવાદના ખાડિયા ખાતે 9મી ઓગસ્ટે સવારે 9 કલાકે વીરાંજલિ કાર્યક્રમ યોજાશે.
ભારતીય સ્વાતંત્ર્ય-આંદોલનમાં 1942ના અંગ્રેજો હિંદ છોડો લોક આંદોલનમાં અમદાવાદના છાત્ર-યુવાવર્ઘની ભૂમિકા અનન્ય રહી છે. મહાત્માગાંધીએ 8 ઓગસ્ટ 1942ની રાત્રિએ અંગ્રોજો ચાલ્યા જાવ નારાનો ઉચ્ચાર કર્યો અને તેના પ્રતિસાદરૂપે 9મી ઓગસ્ટ 1942ના રવિવારની સવારથી જ અમદાવાદના કોટ વિસ્તારમાં આઝાદી માટે યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. દરમિયાન ભારતભક્તિથી છલકાતુ સરઘસ અમદાવાદના રાયપુરથી ખાડિયા ચાર રસ્તા તરફ આગળ વધી રહ્યું હતું. ખાડિયા ચાર રસ્તા પાસે અંગ્રેજ શાસકોની પોલીસે તેમને અટકાવીને કોઈપણ જાતની વોર્નિંગ વિના ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 21 વર્ષના યુવાન વીર ઉમારાંત કડિયાના કપાળમાં ગોળી વાગતા તેઓ વંદે માતરમ અને ભારતમાતા કી જયના નારા સાથે ઢળી પડ્યાં હતા. આ ઘટનાના ઘેરાપડઘા પડ્યા હતા. તેમજ 10મી ઓગસ્ટ 1942ની સવારે એલિસબ્રિજ વિસ્તારમાં લો કોલેજથી એક વિશાળ સરઘસ યોજાયું હતું. ગુજરાત કોલેજ પાસે બ્રિટીશ સરકારની પોલીસે સરઘસને અટકાવીને લાઠીચાર્જ કર્યો હતો. તેમજ ગુજરાત કોલેજના પ્રવેશદ્વાર પાસે કિનારીવાલાની છાતી ઉપર ગોળીઓ ચલાવી હતી. જેથી વિનોદ કિનારીવાલા પણ વંદે માતરમ નો નારો લગાવીને ઢળી પડ્યાં હતા. તેમજ વીર ગતિને પામ્યા હતા.