For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઊંઝા નજીક હાઈવે પર આવેલી વુડન ફેકટરીમાં લાગી ભીષણ આગ

05:54 PM Mar 04, 2025 IST | revoi editor
ઊંઝા નજીક હાઈવે પર આવેલી વુડન ફેકટરીમાં લાગી ભીષણ આગ
Advertisement
  • વુડન ફેકટરીમાં લાગેલી આગ બાજુના ગેરેજમાં પ્રસરી
  • આગ કાબુમાં ન આવતા પાટણ, વિસનગર અને ONGCના ફાયરની ગાડીઓ પહોંચી
  • ગેરેજમાં અનેક બાઈક બળીને થયા ખાક

ઊંઝાઃ  શહેર નજીક હાઈવે પર આવેલી વુડન ફેકટરીમાં આજે વહેલી સવારે આગ ફાટી નિકળી હતી. અને ભીષણ આગે આજુમાં આવેલી ગેરેજને પણ લપેટમાં લીધુ હતુ. આગ લાગ્યાની જાણ થતાં ઊંઝા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને સતત પાણીનો મારો ચલાવ્યા છતાં આગ કાબુમાં ન આવતા પાટણ, વિસનગર અને ONGCના ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી.

Advertisement

ઊંઝા હાઈવે પર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. હાઈવે પર આવેલી ભગવતી વુડન મટીરીયલ ફેક્ટરી ઉપરાંત બાઈક ગેરેજ અને લાટીમાં ભયાનક આગ લાગી હતી. આગ લાગવાની ઘટના જોતા લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા તાત્કાલિક ધોરણે ઊંઝા ફાયર ટીમને જાણ કરાઈ હતી. જેથી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને આગ આજુબાજુની બીજી ફેક્ટરીમાં પ્રસરે નહી, તે માટે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.  ઊંઝા, પાટણ, વિસનગર અને ONGCના ફાયર ફાયટરો  દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.આગ લાગતા વુડન ફેક્ટરીમાં લાખો રુપિયાનો માલ સળગીને ખાક થઈ ગયો છે. ઉપરાંત આગના કારણે બાજુમાં આવેલા ગેરેજમાં અનેક બાઈક પણ બળીને ખાક થઈ ગયા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement