For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાબરડેરીમાં બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું ઝેરી ગેસથી મોત, ત્રણને હોસ્પિટલ ખસેડાયા

06:50 PM Dec 26, 2024 IST | revoi editor
સાબરડેરીમાં બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું  ઝેરી ગેસથી મોત  ત્રણને હોસ્પિટલ ખસેડાયા
Advertisement
  • બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો દોડી ગયો,
  • ચાર શ્રમિકો બોઈલર સાફ કરવા ઉતરતા ઝેરી ગેસની અસર થતાં બેભાન બન્યા હતા,

હિંમતનગરઃ  સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં આજે બોઇલરની સફાઈ કરતા ગૂંગળામણ થતા એક શ્રમિકનું મોત નિપજ્યું હતું. જ્યારે ગેસ ગૂંગળામણને કારણે ત્રણ શ્રમિકોને અસર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો

Advertisement

આ બનાવની પ્રાથમિક વિગતો એવી જાણવા મળી છે કે,  હિંમતનગરમાં આવેલી સાબરડેરીમાં ગૂંગળામણથી એક શ્રમિકનું મોત નિપજ્યુ હતુ.  જ્યારે ત્રણ શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાબર ડેરીમાં 4 શ્રમિકો બોઇલર સાફ કરી રહ્યા હતાં ત્યારે  ગેસ ગૂંગળામણ થતાં એક શ્રમિકનું મોત થયું હતુ, જ્યારે અન્ય ત્રણ શ્રમિકને પણ ઝેરી ગેસની અસર થતાં ત્રણેય શ્રમિકોને સારવાર માટે  સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સાબરડેરીના સૂત્રોના કહેવા મુજબ હિંમતનગર નજીક આવેલી સાબરડેરીમાં ગુરુવારની બપોરના 2 વાગ્યાના સમયે બોઇલરમાં 4 શ્રમિકો સફાઈ કરવા માટે ઉતર્યા હતા. જે દરમિયાન ગુંગળામણ થઈ એકનું મોત થયું હતું. જ્યારે ત્રણ શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે આવિષ્કાર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આગળ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક શ્રમિકનું નામ કિરપાલસિંહ ગુલાબસિંહ ઝાલા (ઉં.વ.24, રહે.સચોદર) હોવાનું જાણવા મળ્યુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement