For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં ગોપાલ નમકીનની ફેકટરીમાં લાગી ભીષણ આગ, મેજર કોલ જોહેર કરાયો

05:46 PM Dec 11, 2024 IST | revoi editor
રાજકોટમાં ગોપાલ નમકીનની ફેકટરીમાં લાગી ભીષણ આગ  મેજર કોલ જોહેર કરાયો
Advertisement
  • મટોડા જીઆઈડીસીમાં આવેલી ફેકટરીમાં આગ ભભૂકી ઊઠી,
  • બુધવારે ફેટકટીમાં રજા હોવાથી જાનહાની ટળી,
  • સતત બે કલાકથી ચલાવાતો પાણીનો મારો

રાજકોટઃ શહેરના મટોડા જીઆઈડીસીમાં આવેલી જાણીતી ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડના જવાનો દોડી ગયા હતા. ફાયરના જવાનો દ્વારા  સતત પાણીનો મારો કરવા છતાંયે આગ કાબુમાં ન આવતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ લાગ્યાની જાણ થતાં પોલીસ અને  વહિવટી તંત્રના અધિકારીઓ પણ દોડી ગયા હતા.

Advertisement

ગોપાલ નમકીન કંપનીના મેનેજરના કહેવા મુજબ, ફેકટરીમાં એકાએક આગ ફાટી નિકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. નમકીનની કંપનીમાં રોજ 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે, પણ આજે બુધવારની રજા હોઈ, કામદારોની સંખ્યા દરરોજ કરતાં ઓછી હતી. હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી.

ગોપાલ નમકીન ફેટકરીમાં આગને કારણે એક કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયાં છે. ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતાં રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ટેન્કરો પણ દોડાવવાની ફરજ પડી છે. આગની દુર્ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

રાજકોટના મેટોડા GIDCમાં આવેલું ગોપાલ નમકીનનું યુનિટ 5 માળનું છે. 5 માળના બિલ્ડિંગમાં નમકીન બનાવવાના યુનિટમાં આગ લાગતાં સતત બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ પર કાબૂ મેળવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયરબ્રિગેડના જવાનોની સાથે સાથે ગોપાલ નમકીનમાં કામ કરતા કર્મચારીઓ પણ આગ પર કાબૂ લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. બારીઓના કાચ તોડીને ચારેય દિશામાંથી ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. સતત બે કલાકથી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન થઇ રહ્યા છે, આગનું વિકરાળ સ્વરૂપ જોતાં આ આગને કાબૂમાં આવતાં હજુ પણ સમય લાગી શકે તેમ છે, જોકે સંપૂર્ણ આગ ક્યારે કાબૂમાં આવશે એ હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે. ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ વધુ પ્રમાણમાં હોવાથી આગ વિકરાળ બની હોવાનું સૂત્રો કહી રહ્યા છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

Advertisement
Tags :
Advertisement