For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ યોજાયો

10:50 AM Oct 31, 2024 IST | revoi editor
અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ યોજાયો
Advertisement

લખનૌઃ અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના આગમન બાદની આ પ્રથમ દિવાળી એ અયોધ્યામાં બે નવા રેકોર્ડ બન્યાં. નવો રેકોર્ડ સર્જતા, દીપોત્સવ 2024માં 25,12,585 (25 લાખ, 12 હજાર 5585) દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ગયા વર્ષે 2023માં 22.23 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. બીજો રેકોર્ડ સરયુ આરતીનો હતો, જેમાં એક સાથે 1121 વેદાચાર્યોએ ભાગ લીધો હતો. યોગી સરકારે પહેલીવાર આ અનોખો રેકોર્ડ હાંસલ કર્યો છે. ડ્રોન દ્વારા કરવામાં આવેલ દીવાઓની ગણતરી બાદ દીપોત્સવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અયોધ્યા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ ફરી એકવાર રામનગરીનું વૈશ્વિક રેકોર્ડની યાદીમાં નામ નોંધાવ્યું છે.

Advertisement

દીવો પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓએ ઉત્તર પ્રદેશ સરકારના આ 'ગ્રાન્ડ દીપોત્સવ'ના સાક્ષી બન્યા અને આખરે એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં દીવા પ્રગટાવવા માટે વિશ્વ વિક્રમનો દરજ્જો અપાવ્યો. યોગી સરકારના નેતૃત્વમાં રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોના શિક્ષકો, આંતર કોલેજોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સંતો, સ્થાનિક જનપ્રતિનિધિઓ, સ્થાનિક વહીવટીતંત્ર, પ્રવાસન-સંસ્કૃતિ મંત્રાલય વગેરેએ પણ મોટી ભૂમિકા ભજવી હતી. દીવાઓ પ્રગટાવવાનો નિર્ધારિત સમય શરૂ થતાંની સાથે જ 'શ્રી રામ જય રામ જય જય રામ'ના નારા સાથે એક પછી એક 25 લાખ 12 હજાર 585 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓએ રેકોર્ડ બનાવવાની જાહેરાત કરતા જ સમગ્ર અયોધ્યા 'જય શ્રી રામ'ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.

Advertisement

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું

ડ્રોનથી\ ગણતરી કર્યા બાદ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ આ માહિતી આપી હતી. આ પહેલા ગત વર્ષે પણ દીવો પ્રગટાવવાનો રેકોર્ડ સર્જાયો હતો. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી પ્રમાણપત્ર સોંપવામાં આવતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમગ્ર અયોધ્યા, રાજ્યના લોકો અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અવિસ્મરણીય, અદ્ભુત સિદ્ધિ બદલ સૌને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement
Tags :
Advertisement