For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગર રાજકોટ હાઈવે પર કાર અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં બાળકીનું મોત

05:50 PM Dec 30, 2024 IST | revoi editor
જામનગર રાજકોટ હાઈવે પર કાર અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં બાળકીનું મોત
Advertisement
  • જામનગર-રાજકોટ હાઈવે પર મોડસર ગામ પાસે બન્યો બનાવ
  • અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
  • પોલીસે લકઝરી બસના ચાલક સામે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી

જામનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઈકોકાર અને લકઝરી બસ વચ્ચેના અકસ્માતમાં 12 વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીનો પરિવાર રાજકોટથી દર્શનાર્થે ધ્રોળ તરફ આવતો હતો, જે દરમિયાન મોડપર ગામના પાટીયા પાસે લક્ઝરી બસ અને ઇકો કાર વચ્ચેના અકસ્માત  સર્જાયો હતો

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અને રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં નોકરી કરતા નીરવભાઈ નવનીતભાઈ દવેના પરિવારના સાત સભ્યો ગઈ કાલે રવિવારની રજાના દિવસે સવારે રાજકોટથી નીકળીને ખોડાપીપર ગામ નજીક આવેલા માતાજીના દર્શને નીકળ્યા હતા. રાજકોટથી જીજે-03 એલ.આર. 7310 નંબરની ઇકો કારમાં બેસીને દવે પરિવાર દર્શન માટે નીકળ્યુ હતુ. ઈકો કારમાં નીરવભાઈના પત્ની તેમજ તેઓની બે પુત્રીઓ હેતવી (ઉંમર વર્ષ 12) અને રાશિ (ઉં. વ. 4 ) ઉપરાંત પત્નીના ભાઈ ભાભી અને સાસુ સસરા કે જેઓ ખોડાપીપર ગામ પાસે આવેલા માતાજીના દર્શનાર્થે નીકળ્યા હતા. ઇકો કાર જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક મોડપર ગામના પાટીયા પાસે પહોંચતાં પાછળથી આવી રહેલી જી.જે. 14 એ.ટી. 0650 નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલકે એક સાઇડથી ઇકો કારને ઠોકર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ઇકો કારનું એક સાઇડનું પડખું ચિરાઈ ગયું હતું, અને તે સાઈડમાં બેઠેલી હેતવી નીરવભાઈ દવે નામની 12 વર્ષની બાળકીનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું, જયારે ઇકો કારમાં બેઠેલી બાળકીની માતા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, જે તમામને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ પડધરીની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવ અંગે મૃતક હેતવીના પિતા નિરવભાઈ નવનીતભાઈ દવેએ ખાનગી લક્ઝરી બસ નંબર જી.જે-14 એ.ટી.0650 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલના પોલીસ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઇ હતી અને બાળકીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા બાદ લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે. અને તે ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement