For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલી રિક્ષાઓની ચોરી કરતી ગેન્ગ પકડાઈ

05:27 PM Dec 09, 2024 IST | revoi editor
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલી રિક્ષાઓની ચોરી કરતી ગેન્ગ પકડાઈ
Advertisement
  • છેલ્લા 5 દિવસમાં રિક્ષાચારીના પાંચ બનાવો બન્યા હતા,
  • ડુપ્લીકેટ ચાવીથી રિક્ષાના લોક ખોલીને ચોરી કરતા હતા,
  • રિક્ષાચોરીને તેના પાર્ટ્સ કાઢી વેચી દેતા હતા

અમદાવાદઃ શહેરમાં અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાંથી રિક્ષાઓની ચોરીઓ કરતી ગેંગને પોલીસે દબોચી લીધી છે.  આ ગેંગ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં પાંચ રિક્ષાઓની ચોરી કરી હતી. શાહીબાગ પોલીસે રિક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી વધુ પૂછતાછ કરવામાં આવી છે.

Advertisement

અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાર્ક કરેલી રિક્ષાઓની ચોરીઓ થવાની ઘટનાઓ વધી રહી હતી, જેમાં પણ છેલ્લા પાંચ દિવસમાં પાંચ રિક્ષાઓની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા શાહીબાગ પોલીસે રિક્ષા ચોરને પકડવા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલના ગેટ નંબર 8 પાસેથી 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી અલગ અલગ ચાર રિક્ષાઓ તેમજ ચમનપુરા બ્રિજ પાસેથી એક રિક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોધાઈ હતી. ફરિયાદને આધારે પોલીસે અલગ અલગ સીસીટીવી તેમજ અન્ય માહિતીઓના આધારે શાહીબાગ પોલીસની ટીમ દ્વારા રિક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. આરોપી દિલીપ ઉર્ફે દિલો પટણી તેમજ મિતેશ ઉર્ફે બુચિયો પટણીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં એવી હકિકતો જાણવા મળી છે કે,  આરોપી દિલીપ ઉર્ફે દિલો અગાઉ પણ ચોરીના પાંચ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ ઉપરાંત શાહીબાગ પોલીસે પાંચ રિક્ષા ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલી પાંચ રિક્ષાઓ રિકવર કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ રિક્ષાની જૂની ચાવી દ્વારા અલગ અલગ રિક્ષાઓમાં ચાવી ભરાવી ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા અને જે રિક્ષા ચાવીથી ચાલુ થઈ જાય તેને ચોરી કરી અવાવરૂ જગ્યા પર રાખી દેતા હતા. તેમજ સમયાંતરે ચોરી કરેલી રિક્ષાના પાર્ટ્સ અલગ અલગ જગ્યાઓ પર વેચીને પૈસા મેળવતા હતા. જોકે રિક્ષા ચોરીના પાર્ટ્સ વેચી કમાયેલા પૈસા મોજશોખમાં વાપરતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલતો પોલીસે રીક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે

Advertisement

Advertisement
Tags :
Advertisement