For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુરની નકલી વેબસાઈટ બનાવીને ભક્તોને છેતરતો ઠગ પકડાયો

03:02 PM Aug 17, 2025 IST | Vinayak Barot
કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુરની નકલી વેબસાઈટ બનાવીને ભક્તોને છેતરતો ઠગ પકડાયો
Advertisement
  • સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી પકડ્યો,
  • આરોપીએ જુદા જુદા મંદિરોની 46 વેબસાઈટ બનાવી હતી,
  • મંદિરના ગેસ્ટ હાઉસ, ધર્મશાળાના બુકિંગના નામે ભક્તો પાસેથી રૂપિયા પડાવતો હતો

બોટાદઃ સાયબર ક્રાઈમના માફિયાઓ લોકોને છેતરવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. હવે તો સુપ્રસિદ્ધ મંદિરોના નામે નકલી વેબસાઈટ બનાવીને યાત્રિકો પાસેથી રૂમ બુકિંગના નામે કે પ્રસાદ કે ખાસ પૂજા પાઠના નામે રૂપિયા પડાવતા હોય છે. બોટાદ જિલ્લાના સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ભક્તો ઘરે બેઠા જ દાદાના ઓનલાઈન આરતી દર્શન કરી શકે તે માટે વેબસાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ સાળંગપુર મંદિરની નકલી વેબસાઈટ ફરતી થઈ હતી, આ અંગે હરિભક્તોએ સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટમાં ફરીયાદ કરતા મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ નકલી વેબસાઈટ બનાવનારા આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા ભેજાબાજે હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત 46 ફેક વેબસાઈટ બનાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે,  સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરની નકલી વેબસાઈટ બનાવીને રૂમ બુકિંગના નામે યાત્રિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. આ અંગેની ફરિયાદો ઊઠતા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા નકલી વેબસાઇટ અંગેની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  આ મામલે તપાસ હાથ ધરતા સાયબર ક્રાઈમે અમરજીત કુમાર નામના આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે, જેણે સાળંગપુર મંદિરની ફેક વેબસાઇટ બનાવી હતી. આરોપીની પૂછપરછ કરતા તેણે બુકિંગના નામે તથા ધર્મશાળામાં રોકાવા માટે ભક્તો પાસેથી પૈસા પડાવતો હોવાનો ચોંકાવનારો કર્યા છે. આ ઉપરાંત આરોપીએ હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત 46 નકલી વેબસાઈટ બનાવી છે.

બોટાદ સાયબર કર્ઈમના સૂત્રોના કહેવા મુજબ યુપીથી પકડાયેલા આરોપીએ Hostinger ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને 16 નકલી વેબસાઇટ તથા Godaddy ડોમેઇન સર્વરનો ઉપયોગ કરી 26 વેબસાઇટો બનાવીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. હાલ સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરવા કોર્ટમાં રજૂ કરાયો હતો.

Advertisement

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા નકલી વેબસાઈને લઈને ભક્તોને સાવધાન રહેવા અપીલ કરી છે. સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ઉતારા (રૂમ) માટે એડવાન્સ બુકિંગ તથા ઓનલાઈન બુકિંગની કોઈપણ એજન્ટો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી નથી. ભક્તો દર્શન માટે આવે ત્યારે રૂબરૂમાં જ રહેવા રૂમ ફાળવવામાં આવે છે. માટે આ ફ્રોડથી સાવધાન રહેવા તમામ ભક્તોને આપીલ છે.

Advertisement
Tags :
Advertisement