For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મુન્દ્રામાં રહેણાકના મકાનમાં એસી કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પૂત્રીનાં મોત

05:06 PM Jan 28, 2025 IST | revoi editor
મુન્દ્રામાં રહેણાકના મકાનમાં એસી કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ  પિતા પૂત્રીનાં મોત
Advertisement
  • મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલા સૂર્યનગરમાં બન્યો બનાવ
  • પિતા-પૂત્રી ભરઊંઘમાં બળીને ભડથું થયાં
  • મહિલા 70 ટકા દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાઈ

મુન્દ્રાઃ કચ્છના મુન્દ્રા શહેરમાં બારાઈ રોડ પર આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં રાત્રે પરિવાર ગાઢ નિંદર માણી રહ્યું હતું. ત્યારે  એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું, આગને લીધે ભર નિંદર માણી રહેલા પિતા-પૂત્રીના મોત થયા હતા. જ્યારે પૂત્રીની માતા ગંભીરરીતે દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

Advertisement

મુન્દ્રામાં એક રહેણાક મકાનમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા-પુત્રી ઊંઘમાં જ બળીને ભડથું થઇ ગયાં છે. જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં 41 વર્ષીય રવિકુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથું થઇ ગયાં હતાં. જ્યારે માતા કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં રાતના સમયે એસીના કમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં પિતા-પુત્રીનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 30 વર્ષીય માતાને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Advertisement

મુન્દ્રા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે મંગળવારે વહેલી પરોઢે 5 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. રહેણાક વિસ્તારમાં આગ લાગતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત ખાનગી કંપનીના ફાયર ફાયટરને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ મકાન અંદર તપાસ કરતા પરિવારના ત્રણ સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં 41 વર્ષીય રવિ કુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથું થઇ ગયાં હતાં. જેમના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે માતા કવિતાબેન 70 ટકા બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement