For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં નવા સચિવાલયના રિનોવેશન દરમિયાન લોખંડની પાઈપો પડતા મહિલા કર્મીને ઈજા

05:20 PM Oct 03, 2025 IST | Vinayak Barot
ગાંધીનગરમાં નવા સચિવાલયના રિનોવેશન દરમિયાન લોખંડની પાઈપો પડતા મહિલા કર્મીને ઈજા
Advertisement
  • નવા સચિવાલયના બ્લોક નં. 13માં રિનોવેશન દરમિયાન 25 લોખંડની પાઈપો પડી,
  • મહિલા કર્મચારીને માથામાં ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા,
  • સેકટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી અપાતા પોલીસે હાથ ધરી તપાસ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના નવા સચિવાલય ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સચિવાલયના બ્લોક નં. 13માં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામ દરમિયાન અચાનક જ 20થી 25 લોખંડની પાઈપો નીચે પડતા એક મહિલા કર્મચારીને માથા તેમજ શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ સચિવાલયના સ્ટાફ અને અન્ય કર્મચારીઓમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે વિરોધનો સૂર ઊઠ્યો હતો.

Advertisement

ઈજાગ્રસ્ત મહિલા કર્મચારીના કહેવા મુજબ, 26 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે લગભગ 6:00 થી 6:15 દરમિયાન તેઓ ઓફિસ છૂટી ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે તેઓ બ્લોક નં. 14માંથી પસાર થઈ બ્લોક નં. 13 તરફ જઈ રહ્યા હતા. અચાનક જ બ્લોક નં. 13માં ઉપર ચાલી રહેલ કામ દરમિયાન 20થી 25 જેટલી લોખંડની પાઈપો નીચે તૂટી પડી હતી. અને પાઈપો સીધા જ તેમના માથા અને શરીર પર પડતાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ઈજાઓ એટલી ગંભીર હતી કે, મહિલાનું મોત થવાનું સંભવિત હતું, પરંતુ તાત્કાલિક સહકર્મચારીઓએ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા. જ્યાં સારવાર મળતાં સદનસીબે તેમનો જીવ બચી ગયો. હાલ તે સારવાર હેઠળ છે.

ઈજાગ્રસ્ત મહિલા કર્મચારીએ જણાવ્યું કે તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી વ્યક્તિગત રીતે પોલીસ સ્ટેશન જઈ શકતા નથી. તેમ છતાં, તેમણે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી દ્વારા તમામ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે. અરજદારએ સ્પષ્ટ કર્યું છે કે, આ ઘટના ગંભીર બેદરકારીનું પરિણામ છે. રિનોવેશનનું કામ ચાલી રહ્યું હોવા છતાં સલામતીના પૂરતા પગલાં લેવાયા ન હતા. આવી ઘટનામાં માનવજીવન જોખમાય છે અને તેનું જવાબદારીપૂર્વક નિરાકરણ જરૂરી છે. દરમિયાન સેક્ટર 7 પોલીસ સ્ટેશન દ્વારા મહિલા કર્મચારીની લેખિત અરજી સ્વીકારી લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ, સાક્ષીઓના નિવેદનો તથા કન્સ્ટ્રક્શન સાઇટ પર રહેલા કામદારો અને કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરવામાં આવશે. અને જો બેદરકારી સાબિત થશે તો સંબંધિત કોન્ટ્રાક્ટર, સુપરવાઈઝર તેમજ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement