For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભૂજના કોલેજ રોડ પર ડમ્પરે છકડા સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા

06:12 PM Dec 05, 2024 IST | revoi editor
ભૂજના કોલેજ રોડ પર ડમ્પરે છકડા સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા
Advertisement
  • ડમ્પરની અડફેટે છકડાચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો,
  • ભૂજના કોલેજ રોડ પર અકસ્માતોની ઘટના હવે રોજિદી બની રહી છે,
  • પૂરફાટ ઝડપે દાડતા વાહનોને નિયંત્રિત કરવા જરૂરી

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરમિયાન ભુજ-મીરજાપર વચ્ચેના કોલેજ રોડ રાત્રિના અરસામાં પુરપાટ આવતા ડમ્પરે છકડા સહિતના ત્રણેક વાહનોને હડફેટે લીધા હતા. આ બનાવમાં છકડા ચાલકને ઈજા પહોંચતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

Advertisement

ભૂજ-મીરજાપર રોડ ઉપર અકસ્માતની ઘટનાઓ પણ જાણે રોજિંદી બની રહી છે. એક દિવસ પહેલા આજ માર્ગે કોમર્સ કોલેજ સામે એક કાર પલટી ગઈ હતી, ત્યાં તેનાથી થોડે દુર પ્રિન્સ રેસિડેન્સી સામેના માર્ગે ફરી વાહન અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ગત રાત્રિના અરસામાં પુરપાટ આવતા ડમ્પરે છકડા સહિતના ત્રણેક વાહનોને હડફેટે લીધા હતા.  આ બનાવમાં છકડા ચાલકને ઈજા પહોંચતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ભુજના વાહનવ્યવહારથી સતત મીરજાપર માર્ગે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ગત મોડી રાત્રીના અરસામાં ભુજ બાજુ આવતા આવતા ડમ્પરે માર્ગ ઉપર આગળ જતાં એક છકડો અને બાજુમાં પાર્ક થયેલા ખાનગી વાહનોને હડફેટે લેતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે દોડી આવેલા આસપાસના લોકોએ કહ્યું હતું કે, પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરના કારણે ગભરાટ ફેલાઈ ગયો હતો. દરમિયાન એ ડિવિઝન પોલીસના તપાસનીશ અધિકારીએ કહ્યું હતું કે, આ અકસ્માતમાં એક છકડામાં નુકસાન થયું છે અને તેના ચાલકને ઈજા થતાં જીકે જનરલમાં એડમિટ છે, પરંતુ તેના તમામ રિપોર્ટ નોર્મલ આવતા ફરિયાદ કરવાનું ટાળ્યું છે. અલબત્ત રાત્રીના સમયે શહેર વચ્ચેથી દોડતા માલવાહક વાહનો બાયપાસ પસાર થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement