For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાદરા તાલુકાના ચાપડ ગામે તળાવમાં મગર મહિલાને ખેંચી ગયો

04:43 PM Feb 24, 2025 IST | revoi editor
પાદરા તાલુકાના ચાપડ ગામે તળાવમાં મગર મહિલાને ખેંચી ગયો
Advertisement
  • મહિલાનો પગ લપસતા પડતા જ મગરો મહિલાને ખેંચી ગયો
  • બુમાબુમ થતાં ગ્રામજનો દોડી આવ્યા
  • મહિલાનો મૃતદેહને તળાવમાંથી બહાર કઢાયો

વડોદરાઃ શહેરની વિશ્વમિત્રી નદી જ નહીં પણ જિલ્લાના તળાવોમાં પણ મગરોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તળાવોમાં મગરો દ્વારા હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાદરા તાલુકાના ચાપડ ગામે આવેલા તળાવમાં કચરો નાખવા ગયેલી 55 વર્ષીય મહિલાનો પગ લપસી જતા એજ સમયે તળાવ કિનારે બેઠેલો મગરે આધેડ મહિલા ઉપર તરાપ મારી પાણીમાં ખેંચી ગયો હતો. આ બનાવની જાણ થતાં ગામના લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા. મહિલાના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાપડ ગામના ભાથુજી ફળિયામાં ‌ચંપાબેન સનાભાઇ વસાવા (ઉં.વ.55) તેમના પરિવાર સાથે રહેતા હતા અને ઘરનું કામકાજ કરતા હતા. તેમના ઘરેથી થોડું દૂર ગામનું તળાવ આવેલ છે. ગામના તળાવમાં વિશ્વામિત્રીમાં આવતા પૂરને લઈને મગરો તળાવમાં આવી ગયા હતા. તળાવમાં જ મગરો વસવાટ કરી રહ્યાં છે. આધેડ ચંપાબેન વસાવા રોજની જેમ ઘરનો કચરો વાળીને તળાવ કિનારે આજે સવારે કચરો નાખવા માટે ગયા હતા. તે વખતે મગર તળાવ કિનારે બેઠો હતો. ચંપાબેન તળાવમાં સવારે 8:00 વાગ્યાની આસપાસ કચરો નાખવા માટે ગયા હતા, તે વખતે કોઈ કારણસર આધેડ મહિલા ચંપાબેનનો પગ લપસ્યો હતો, જેથી તળાવ કિનારે બેઠેલો મગર અવાજથી ભડક્યો હતો અને તરત જ ચંપાબેન ઉપર તરાપ મારી જડબાંમાં પકડીને તળાવમાં ખેંચી ગયો હતો. આથી મહિલાએ બૂમાબૂમ કરતા કેટલાક લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા. બનાવની જાણ ચાપડ ગામમાં વાયુવેગે ફેલાઈ જતા ગામના લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા અને ચંપાબેનની શોધખોળ સ્થાનિક તરવૈયાઓએ કરી હતી. જોકે ચંપાબેનનો મૃતદેહ મળી આવતા મૃતદેહને બહાર કાઢી પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement