For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી, 1700 વાહનો ડિટેઈન કરાયાં

12:26 PM Nov 27, 2024 IST | revoi editor
અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી  1700 વાહનો ડિટેઈન કરાયાં
Advertisement

ગાંધીનગરઃ અમદાવાદ સહિત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમદાવાદ પોલીસ દ્વારા રાત્રે કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 470થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. જેની સામે પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો છે. કોમ્બિંગ ડ્રાઈવમાં પોલીસે 21 હજાર 223 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી 1685 લોકોને મેમો આપવામાં આવ્યા હતા. તેમજ એક જ રાતમાં 12 લાખ 82 હજાર 200 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો અને 1700થી વધુ વાહનો ડિટેઈન પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં દિવાળી બાદ હત્યાના કેસ તેમજ અન્ય ગુના બનતા કાયદો અને વ્યવસ્થાને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે પોલીસે રાતોરાત સ્થિતિને કાબુમાં લેવાની હોય તેમ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સમગ્ર અમદાવાદની પોલીસને કોમ્બીગંના નામે રસ્તા પર ઉતારીને ૩૧મી ડિસેમ્બરે કરવામાં ન આવતી હોય તેવી કામગીરી કરી હતી. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને ગૃહવિભાગે અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીને ઠપકો આપીને પોલીસની કામગીરીની ટીકા કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે સમગ્ર અમદાવાદના ઉચ્ચ અધિકારીઓને રસ્તા પર ઉતરીને સઘન વાહનચેકિંગ, કોમ્બીંગની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. જેના પગલે સમગ્ર સેક્ટર-૧ અને સેક્ટર-૨ના તમામ પોલીસ સ્ટેશન, ક્રાઇમબ્રાંચ, એસઓજી, ટ્રાફિક પોલીસના સ્ટાફને સોમવારે રાતના રસ્તા પર ઉતારીને સઘન ચેકિંગ કરાયું હતું. જેમાં પોલીસે ૩૧મી ડિસેમ્બર કે રથયાત્રા દરમિયાન ન થતી હોય તેવી કામગીરી રાત્રે કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement