For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં બાઈક ધીમુ ચલાવવાનું કહેતા બાઈકસવારે રાહદારીઓ પર છરીથી કર્યો હુમલો

04:26 PM Jan 15, 2025 IST | revoi editor
ગોંડલમાં બાઈક ધીમુ ચલાવવાનું કહેતા બાઈકસવારે રાહદારીઓ પર છરીથી કર્યો હુમલો
Advertisement
  • શ્રમિક રાહદારીઓ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે બન્યો બનાવ
  • એક શ્રમિકને બાઈક અડી જતાં શ્રમિકે બાઈક ધીમુ ચલાવવાનું કહ્યું હતું
  • 7 શ્રમિકોને છરી મારી, એક ગંભીર

ગોંડલઃ શહેરમાં ગુંડાગીરી એ હદે વકરી છે કે, સામાન્ય બાબતમાં છરી હુલાવવાના બનાવો બની રહ્યા છે. શહેરના કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધની દુકાન નજીક ઉમવાળા ચોકડી પાસે એક શ્રમિક પરિવાર પગપાળા જઈ રહ્યો હતો ત્યારે પૂરફાટ ઝડપે આવેલું એક બાઈક રાહદારી શ્રમિકને અડી ગયુ હતું. આથી બાઈક ધીમું ચલાવવાનુંવ કહેતા જ બાઈકચાલક ઉશ્કેરાઈ ગયો હતો. અને છરી કાઢીને ઘા કરવા લાગ્યો હતો, જેમાં 4 શ્રમિકો ઘવાયા હતા જેમાં એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ગોંડલ શહેરના કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધની દુકાન નજીક રાહદારી શ્રમિકો ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે પૂરફાટ ઝડપે આવેલું બાઈક એક શ્રમિકને ટક્કર મારતા રહી ગયું હતું. આથી શ્રમિક યુવાને બાઈક ધીમુ ચલાવવાનું કહેતા બાઈક સવાર યુવાને છરીથી હુમલો કર્યો હતો. જોકે અન્ય શ્રમિકો પોતાના સાથીને બચાવવા દોડી આવ્યા હતા. પણ બાઈકસવાર યુવાને 4 શ્રમિકોને છરીને ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનોમાં 22 વર્ષીય ઠાકુર દિત્યા શીંગાડ, 16 વર્ષીય કૈલાશ દિત્યા શીંગાડ, 25 વર્ષીય કમલેશ બહાદુર મીનામા અને 16 વર્ષીય સાગર રમેશશીંગ ભુરિયાનો સમાવેશ થાય છે. આ ચારેય યુવાનોને પ્રાથમિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક યુવાનને પડખામાં, બે યુવાનોને હાથમાં અને એક યુવાનને કપાળના ભાગે છરી વાગી હતી. પડખામાં ગંભીર ઈજા પામેલા યુવાનને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાં ગોંડલ શહેર A ડિવિઝન પોલીસના PSI, સર્વેલન્સ સ્ટાફ અને LCB બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કરી દીધું છે અને ફરાર થયેલા આરોપીને પકડવા માટે વ્યાપક તપાસ શરૂ કરી છે. આ સમગ્ર બનાવને લઇને ગોંડલ શહેર A ડિવિઝન પોલીસના PSI, સર્વેલન્સ સ્ટાફ અને LCB બ્રાન્ચ ઘટના સ્થળે પોહચી હતી પોલીસ CCTV આધારિત તપાસ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement