હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વડોદરા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઊંડા ખાડામાં પડેલા 9.5 ફુટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયુ

03:38 PM Nov 11, 2025 IST | Vinayak Barot
Advertisement

વડોદરાઃ શહેરમાં વિશ્વમિત્રી નદી ઉપરાંત આસપાસના તળાવોમાં મગરો જોવા મળે છે. રાતના સમયે મગરો બહાર આવી જતા હોય છે. ત્યારે શહેર નજીક મારેઠા ગામમાં નદીની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીના સ્થળે મહાકાય મગર આવી જતાં અફડાતફડી મચી ગઈ હતી. પિલર માટે બનાવેલા 30 ફુટ ઊંડા પાણી ભરેલા ખાડામાં 9.5 ફૂટનો મહાકાય મગર જોતા શ્રમિકો ડરી ગયા હતા. અને મગરનું રેસ્ક્યુ કરવા માટે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે  જીવદયાપ્રેમી હેમંત વઢવાણાની ટીમની મદદ લઈને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. અને રેસ્ક્યુની કામગીરીમાં 150 કિલોના મહાકાય મગરને બહાર કાઢવો મુશ્કેલ હોવાથી ક્રેનની મદદથી એને 30 ફૂટ ઊંડા ખાડામાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો અને ફરી વિશ્વામિત્રી નદીમાં છોડી દેવામાં આવ્યો હતો.

Advertisement

ચોમાસાની સિઝન પૂરી થયા બાદ પણ વડોદરા શહેરમાં મગરો નીકળવાનો સિલસિલો હજી યથાવત્ છે. શહેર નજીક મારેઠા ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 9.5 ફૂટનો એક મગર દેખાઈ આવતાં વડોદરાના જીવદયાપ્રેમી હેમંત વઢવાણાની ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. 30 ફૂટ ઊંડા કીચડવાળા ખાડામાં ફસાયેલા મગરનું 2 કલાકની ભારે જહેમત બાદ ક્રેન દ્વારા સહી સલામત રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યૂમાં હેમંત વઢવાણા, સંદીપ ગુપ્તા, ભાવેશ બારિયા, વિપુલ ચાવડા, દીક્ષિત પટેલ અને મયૂરભાઈ સહિતના સ્વયંસેવકો જોડાયા હતા.

વડોદરા નજીક મારેઠા ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી થઈ રહી છે એ જગ્યાએ પિલર કામગીરી સ્થળે 9.5 ફૂટનો મહાકાય મગર આવી જતાં કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. બાજુમાં જ નદી હોવાથી અહીં મગરો આવતા હોય છે અને કામગીરી સ્થળે કીચડ અને પાણી હોવાથી અહીં મગર માઇગ્રેટ કરતા હોય છે. જીવદયાપ્રેમી હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ખાડામાં મગર આવી ગયો હોવાનો કોલ મળ્યો હતો, તેથી અમે દોડી ગયા હતા અને રેસ્ક્યૂ- ઓપરેશન શરૂ કર્યું હતું. અમે લોકોએ મગરને રોપ અને હાઈડ્રો દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો અને અમે આ પ્રયત્નમાં સફળ થયા હતા. વિશ્વામિત્રી નદીની વચ્ચોવચ જ આ પિલર છે, જેથી કરીને મગર અહીં આવી જાય છે.

Advertisement

Advertisement
Tags :
-bullet-train-projectAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRescue of Crocodile Falling in Deep PitSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharvadodaraviral news
Advertisement
Next Article