For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગર-ભરૂચ વચ્ચે દરિયાઈ ખાડીમાં 30 કિમી લાંબો બ્રિજ બનાવાશે

05:56 PM Nov 09, 2024 IST | revoi editor
ભાવનગર ભરૂચ વચ્ચે દરિયાઈ ખાડીમાં 30 કિમી લાંબો બ્રિજ બનાવાશે
Advertisement
  • ભાવનગરથી ભરૂચ બાયરોડ માત્ર એક કલાકમાં પહોંચાશે,
  • જામનગરથી ભાવનગર સુધી નવો હાઈવે બનાવાશે,
  • કેન્દ્ર સરકારે બન્ને પ્રોજેક્ટને આપી મંજુરી

ભાવનગરઃ શહેર અને જિલ્લો વિકાસથી વંચિત છે. જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો નથી, પણ હવે ભાવનગરના વિકાસને ચાર ચાંદ લાગે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભાવનગરથી ભરૂચ વચ્ચે દરિયાઈ ખાડી પર 30 કિમી લાંબો બ્રિજ બનાવવામાં આવશે, એટલે ભાવનગરથી ભરૂચ મોટર માર્ગે એક કલાકથી ઓછા સમયમાં પહોંચી શકાશે. તદઉપરાંત જામનગરથી વાયા રાજકોટથી ભાવનગર સુધી સિક્સલેન હાઈવે પ્રોજેટક્ટને પણ મંજુર કરી દેવામાં આવ્યો છે. એટલે ભાવનગર સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વારા બનશે. અને તેના લીધે ભાવનગરનો વિકાસ થશે.

Advertisement

સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ તરફ જવા માટે બગોદરાથી જવુ પડે છે, મોટર માર્ગે આ હાઈવે ખૂબ લાંબો અને કંટાળાજનક છે. ત્યારે જો ભાવનગરની ખાડી પર ભરૂચ સુધી બ્રિજ બનાવી દેવામાં આવે તો એક કલાકથી ઓથા સમયમાં ભરૂચ પહોતી શકાય અને ત્યાથી સુરત અને મુંબઈ પણ જઈ શક્યા છે. તેમજ જામનગરથી બાય રોડ ભરૂચ માત્ર 4 કલાક અને સુરત માત્ર 5 કલાકમાં પહોંચી શકાશે. જામનગરથી વાયા ભાવનગર થઈને ભરૂચ સુધી નવો નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે. એમાં દરિયામાં દેશનો સૌથી લાંબો 30 કિલોમીટર લાંબો બ્રિજ બનશે. કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે આ અંગેનો સર્વે કરવા માટે એજન્સીઓ પાસે બીડ મંગાવી છે. આ પ્રોજેક્ટ અમલી બનતાં જ સૌરાષ્ટ્રના ટ્રાન્સર્પોટેશનમાં મોટાં પરિવર્તન આવશે અને રોજનું લાખો લિટર ઈંધણ અને સમયની બચત જશે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ  કેન્દ્ર સરકારે ગુજરાતને  બે પ્રોજેક્ટની ભેટ આપી છે.  316 કિમીનો એક્સપ્રેસ વે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) તથા ભારતમાલા પરિયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ (BPSP) સેલ દ્વારા દેશભરમાં 8 નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. એમાંથી બે પ્રોજેક્ટ (પેકેજ) ગુજરાતને મળ્યા છે. પહેલો પ્રોજેક્ટ જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી 248 કિલોમીટર ફોર અથવા સિક્સલેન હાઈવે બનાવાશે.  જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે. એમાં દરિયામાં અંદાજે 30 કિલોમીટર લાંબો બ્રિજ પણ બનશે. બંને પ્રોજેક્ટ મળી કુલ 316 કિલોમીટરનો લાંબો નવો એક્સપ્રેસવે (કોરિડોર) બનશે, જોકે જામનગરથી રાજકોટ અને રાજકોટથી ભાવનગર હાલના રૂટને રિનોવેટ કરીને પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે કે રૂટમાં ફેરફાર કરાશે એની વિગત હજુ જાહેર કરવામાં આવી નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતના બંને પ્રોજેક્ટના ડીપીઆર (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ) માટે કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે ટેન્ડર બહાર પાડ્યાં હતાં, ગઈ 26 જૂનના રોજની બીડની જાહેરાત કરવામાં આવી હતી અને 4 નવેમ્બરના રોજ બીડની અંતિમ તારીખ હતી. ગુજરાતના બંને પ્રોજેક્ટ માટે કુલ 15 કન્સલ્ટન્ટ કંપનીએ બીડ કરી છે. જામનગર-રાજકોટ-ભાવનગર એક્સપ્રેસ વે માટે 12 કંપની તેમજ ભાવનગર-ભરૂચ એક્સપ્રેસ વે માટે 3 કંપનીએ બીડ કરી છે. હાલ આ તમામ બીડનું ટેક્નિકલ મૂલ્યાંકન ચાલી રહ્યું છે. બાદમાં ક્વાલિફાઇ બીડરમાંથી જેમણે સૌથી ઓછા રૂપિયાની બીડ કરી હશે તેને સર્વેનું કામ સોંપવામાં આવશે. કંપનીએ 540 દિવસમાં ડીપીઆર તૈયાર કરીને આપવાનો રહેશે.

Advertisement
Tags :
Advertisement