For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરત અને તાપી જિલ્લામાં જંગલી પશુઓ માટે પાણીના 90 કૃત્રિમ પોઈન્ટ બનાવાયા

05:10 PM Apr 03, 2025 IST | revoi editor
સુરત અને તાપી જિલ્લામાં જંગલી પશુઓ માટે પાણીના 90 કૃત્રિમ પોઈન્ટ બનાવાયા
Advertisement
  • સુરત રેન્જમાં 140 દીપડાંનો વસવાટ
  • દીપડાના ખોરાક માટે અન્ય પ્રાણીઓના બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરાયા
  • પાણી અને ખોરાકની શોધમાં દીપડાં શહેરી વિસ્તારમાં ન આવે એવું આયોજન કરાયું

સુરતઃ ઉનાળાની અસહ્ય ગરમીમાં જંગલ વિસ્તારમાં પ્રાણીઓને પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા 90 જેટલા કૃત્રિમ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. અને સમયાંતરે ટેન્કરો અને હેડપંપથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

Advertisement

સુરત અને તાપી જિલ્લામાં  દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓને જંગલમાં જ પૂરતો ખોરાક અને પાણી મળી રહે, તે માટે ઉનાળાની સિઝનમાં સુરત જિલ્લામાં 40 અને તાપી જિલ્લામાં 50 જેટલા કૃત્રિમ વોટર પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, દીપડાને ખોરાક મળી રહે તે માટે હર્બીવરસ (શાકાહારી) પ્રાણીઓના બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરાયા છે.

સુરત વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  હાલમાં માત્ર સુરત રેન્જમાં 140 જેટલા દીપડાઓનો વસવાટ છે, જ્યારે 2016માં આ સંખ્યા માત્ર 40 હતી. દીપડાની વધતી સંખ્યાને કારણે હવે તેમની અવરજવર સુરત શહેરના નજીકના છેવાડાના વિસ્તારોમાં વધી રહી છે, જેને લઈને વન વિભાગ દ્વારા દીપડા માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી દીપડા ખોરાક અને પાણીની શોધમાં શહેરી વિસ્તાર સુધી આવી ન શકે,

Advertisement

ઉનાળામાં દીપડાને પૂરતું પાણી અને ખોરાક જંગલમાં જ મળી રહે અને તે શહેર નજીક ન આવે તે માટે સુરત અને તાપી જિલ્લામાં 90 જેટલા વોટર પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. ટેન્કર અને હેન્ડ પંપની મદદથી અહીં પાણી રિફિલ કરવામાં આવે છે, જેથી પાણીની શોધમાં દીપડા શહેર નજીકના વિસ્તારોમાં ન આવે. અહીં ખોરાકની વ્યવસ્થા માટે અન્ય પ્રાણીઓના બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરાયા છે, જેથી આવા પ્રાણીઓ કાળક્રમે દીપડાના ખોરાક રૂપે મળી રહે છે.

વન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ. કે, સામાન્ય રીતે દીપડાને ખોરાક જંગલ વિસ્તારમાં મળી રહે છે. પરંતુ હર્બિવોરસ પ્રાણીઓની સંખ્યા વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સુરત અને તાપી જિલ્લામાં ગ્રે જંગલ ફાઉલ માટેના બ્રિડિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ચોસિંગાના પણ બ્રિડિંગ સેન્ટર તાપી જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. ધીમે-ધીમે આ પ્રાણીઓને રિલીઝ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement