હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં 810 નિવૃત કર્મચારીઓને કોન્ટ્રાક્ટથી પુનઃ નોકરી પર રખાયા

05:49 PM Aug 20, 2025 IST | Vinayak Barot
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં અનેક શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીઓ મળતી નથી, ત્યારે રાજ્ય સરકારની જેમ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન પણ નિવૃત કર્મચારીઓની પુનઃ સેવા લઈને વહિવટ ચલાવવામાં આવી રહ્યો છે. એએમસીમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા 810 કર્મચારી-અધિકારીઓને કોન્ટ્રાકટ ઉપર ફરી ફરજ ઉપર હાજર કરી  પ્રતિ માસ  રુપિયા 87 લાખથી વધુ રકમ ચૂકવવામાં આવી છે.દસ વર્ષમાં રુપિયા દસ કરોડ ચૂકવ્યાં છે. મ્યુનિના નિવૃત કર્મચારીઓ અને અધિકારીઓ લાગવગના જોરે ફરીવાર કોન્ટ્રાક્ટથી નેકરીમાં ગોઠવાઈ જાય છે. અને 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર લીધેલા આવા નિવૃત કર્મચારીઓ અને અધિકારીઓને દર વર્ષે કોન્ટ્રાક્ટ રિન્યુ પણ થઈ જાય છે.

Advertisement

ગુજરાત સરકાર 50 કે તેથી વધુ વયના કર્મચારી-અધિકારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ આપે છે. જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા 810 કર્મચારી-અધિકારીઓને કોન્ટ્રાકટ ઉપર ફરી ફરજ ઉપર હાજર કરી  પ્રતિ માસ  રુપિયા 87 લાખથી વધુ રકમ ચૂકવવામાં આવી છે. નિવૃત કર્મચારીઓને ફરી નોકરી પર લઈને પગારના દસ વર્ષમાં રુપિયા દસ કરોડ ચૂકવ્યાં છે. અગાઉના મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર ઉપરાંત વિપક્ષનેતાના પર્સનલ આસિસ્ટન્ટ નિવૃત્તિ પછી ફરી કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવી રહયા હોવાનો કહેવાય છે.

ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રમાં વિપરીત કાર્યપ્રણાલી અપનાવામા આવી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનના તમામ વિભાગોમાં અલગ અલગ હોદ્દા ઉપર રહેલા અધિકારીઓને એજ હોદ્દા ઉપર અથવા મૂળ વિભાગમાં કોન્ટ્રાકટ ઉપર ફરીથી નોકરી પર ગોઠવાય જાય છે. દસ વર્ષના સમયમાં સૌથી વધારે સિનિયર અને હેડ કલાર્કને ફરીથી  નોકરી ઉપર રાખવામા આવ્યા છે. ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ મેનેજર, હાઉસિંગ સેલ,ઈજનેર તથા એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં નિવૃત્તિ પછી કર્મચારી અને અધિકારીઓને નોકરી ઉપર લેવામા આવ્યા છે.11 માસના કરાર આધારીત આ કોન્ટ્રાકટને ફરી રીન્યુ પણ કરવામા આવી રહયા છે.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ તો નિવૃતિ બાદ વર્ષોથી કોન્ટ્રાક્ટ પર નોકરી કરી રહ્યા છે. આવા કર્મચારીઓ અને અધિકારીઓને રાજકિય પીઠબળ હોવાથી નિવૃતિ બાદ મલાઈદાર જગ્યાઓ પર ટકી રહ્યા છે.

Advertisement
Tags :
810 retired employeesAajna SamacharamcBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrehired on contract basisSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article