For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં વિધાનસભાના ત્રિદિવસીય સત્રને લીધે 800 પોલીસ જવાનો તૈનાત કરાશે

06:13 PM Sep 05, 2025 IST | Vinayak Barot
ગાંધીનગરમાં વિધાનસભાના ત્રિદિવસીય સત્રને લીધે 800 પોલીસ જવાનો તૈનાત કરાશે
Advertisement
  • વિધાનસભા સંકુલ ફરતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે,
  • કોંગ્રેસ વિધાનસભા સંકૂલનો ઘેરાવ ન કરે તે માટે તમામ માર્ગો પર પણ બંદોબસ્ત મુકાશે,
  • શહેરમાં પ્રવેશતા રોડ પર વાહનોનું ચેકિંગ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસા સત્રનો તા. 8મી સપ્ટેમ્બરને સોમવારથી પ્રારંભ થશે. વિધાનસભાના સત્ર દરમિયાન 800 જેટલા પોલીસ જવાનોનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન કોઇ અનિચ્છનિયમ બનાવ ન બને તે માટે વિધાનસભા સંકુલને લોખંડી સુરક્ષા પુરી પાડવામાં આવશે.

Advertisement

ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્ર આગામી સોમવાર, મંગળવાર અને બુધવારના રોજ યોજાશે. એક તરફ સરકારથી નારાજ ચાલતા સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ત્રણ દિવસ દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વિધાનસભા સંકુલને લોખંડી સુરક્ષા પુરી પાડવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન શહેરમાં અને સંકુલમાં 800 પોલીસ અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવશે. સોમવારથી મળનારા સત્ર દરમિયાન ગાંધીનગર પોલીસ દ્વારા વિધાનસભા સંકુલ અને ગાંધીનગર શહેર એમ બે ઝોનમાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

રાજ્યની વિધાનસભામાં ત્રણ દિવસીય ચોમાસુ સત્ર ચાલુ થવા જઇ રહ્યું છે. ત્યારે કોંગ્રસ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ અપાયો છે. આ ઉપરાંત પૂર્વ સેનિકો પણ આંદોલન કરી રહ્યા છે. ત્યારે વિધાન સભા સંકૂલ ફરતો તો સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. પણ શહેરના પ્રવેશના માર્ગે પર પણ બંદોબસ્ત ગોઠવીને શહેરમાં પ્રવેશતા વાહનાની તલાશી લેવામાં આવશે. શહેરમાં પ્રવેશદ્વાર ઉપર વાહન ચેકિંગની સાથે સર્કલો ઉપર એસઆરપી જવાનોને ખડે પગે જોવા મળશે. સત્યાગ્રહ છાવણી ઉપર પોલીસની સાથે એસઆરપીના 50થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવશે, વિધાનસભા તરફના સર્કલો ઉપર પણ એસઆરપી જવાનો ગોઠવાશે.

Advertisement

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિધાનસભાના સત્ર દરમિયાન ગાંધીનગર શહેરમાં 2 એસપી, 6 ડીવાયએસપી, 30 પોલીસ ઇન્સ્પેક્ટર, 60 પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ 500થી વધુ પોલીસ જવાનોની સાથે એસઆરપી ગોઠવવામાં આવી છે. એટલું જ નહીં કોઈપણ ઘટના સમયે તાત્કાલિક પહોંચી વળવા ક્વીક રિસ્પોન્સ ટીમ પણ ગોઠવવામાં આવી છે, વિધાનસભા સંકુલ ફરતે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement