For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છ અભ્યારણ્યમાં વન્યજીવો માટે 80 કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવાયા

06:42 PM Mar 26, 2025 IST | revoi editor
કચ્છ અભ્યારણ્યમાં વન્યજીવો માટે 80 કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવાયા
Advertisement
  • ઉનાળાની અસહ્ય ગરમીમાં પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે વોટરપોઈન્ટ
  • 80 કૃત્રિમ વોટરપોઈન્ટ ભરવા ટેન્કથી પહોંચાડાતુ પાણી
  • રહેણાક વિસ્તારમાં લોકોને પણ પાણીના કૂંડા મુકવા વન વિભાગની અપીલ

ભૂજઃ કચ્છમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. જેમાં અભ્યારણ્ય વિસ્તારમાં કાળઝાળ ગરમીને લીધે વન્યજીવો માટે પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા અભ્યારણ્ય વિસ્તારમાં પાણીના 80 જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. અને નિયમિત ટેન્કરો દ્વારા કૃત્રિમ કુંડને પાણી છલોછલ ભરી દેવામાં આવે છે.

Advertisement

પશ્ચિમ કચ્છ વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, કચ્છ વિસ્તારના અભ્યારણ્યમાં ગત વર્ષે પડેલા  સારા વરસાદને કારણે કુદરતી જળસ્ત્રોતોમાં હજુ પાણી છે. પરંતુ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને વિભાગે આગોતરું આયોજન કર્યું છે. વન વિભાગે અભયારણ્ય અને જંગલ વિસ્તારમાં 80 કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવ્યા છે. આ પોઈન્ટ્સ પર ટેન્કર દ્વારા નિયમિત પાણી પહોંચાડવામાં આવે છે. વન્યજીવોની સુરક્ષા માટે દરેક વોટર પોઈન્ટ પર ટ્રેપ કેમેરા લગાવવામાં આવ્યા છે.

વન વિભાગ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે ગરમીથી અસરગ્રસ્ત કે ઘાયલ પશુ-પક્ષીઓ જોવા મળે તો વન વિભાગની હેલ્પલાઈન પર તાત્કાલિક જાણ કરે. સાથે જ લોકોને પોતાના ઘર આસપાસ પશુ-પક્ષીઓ માટે પાણીના વાસણ મૂકવાની અપીલ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા કચ્છના અભ્યારણ્યમાં કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવતા પહેલા કુદરતી જળસ્ત્રોતોનું પરીક્ષણ કરવામાં આવે છે. વન્યજીવોની સલામતીને ધ્યાનમાં રાખીને જ નવા વોટર પોઈન્ટની પસંદગી કરવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement