For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મહાકુંભના મેળા માટે ગુજરાતમાંથી 8 સ્પેશ્યલ ટ્રેનો દોડશે

05:36 PM Dec 18, 2024 IST | revoi editor
મહાકુંભના મેળા માટે ગુજરાતમાંથી 8 સ્પેશ્યલ ટ્રેનો દોડશે
Advertisement
  • 21મી ડિસેમ્બરથી બુકિંગનો પ્રારંભ થશે,
  • ટ્રેનમાં AC 2-ટાયર, AC 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ કોચ હશે,
  • 8 સ્પેશ્યલ ટ્રેનો 72 ટ્રીપ કરશે

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળાના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે ખાસ 8 ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 09031/09032 ઉધના-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ (4 ટ્રિપ), ટ્રેન નંબર 09019/09020 વલસાડ-દાનાપુર મહાકુંભ મેળા સ્પેશિયલ (16 ટ્રિપ), તેમજ ટ્રેન નંબર 09021/09022 વાપી-ગયા મહાકુંભ મેળા સ્પેશિયલ (20 ટ્રિપ), ટ્રેન નંબર 09029/09030 વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ (2 ટ્રિપ) અને ટ્રેન નંબર 09413/09414 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (10 ટ્રિપ), ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ) મહાકુંભ મેળા સ્પેશિયલ (6 ટ્રિપ) તથા  ટ્રેન નંબર 09555/09556 ભાવનગર ટર્મિનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (6 ટ્રિપ) દોડાવાશે

Advertisement

પશ્વિમ રેલનેના સૂત્રોના કહેવા મુજબ ઉધના-બલિયા, વલસાડ-દાનપુર, વાપી-ગયા, વિશ્વામિત્રી-બલિયા, સાબરમતી-બનારસ, સાબરમતી બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ), ડો. આંબેડકરનગર-બલિયા અને ભાવનગર ટર્મિનસ-બનારસ સ્ટેશનો વચ્ચે સ્પેશિલ ભાડા પર મહાકુંભ મેળાની આઠ જોડી ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેન 72 ટ્રિપથી લાખો લોકોને મહાકુંભ મેળામાં પહોંચાળશે.

ઉધના-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન ઉધનાથી સવારે 6:40 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે રાત્રે 19:00 વાગ્યે બલિયા પહોંચશે. આ ટ્રેન 17 જાન્યુઆરી અને 16 ફેબ્રુઆરી 2025ના રોજ દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09032 બલિયા-ઉધના મહાકુંભ મેળા સ્પેશિયલ બલિયાથી 23:30 કલાકે ઊપડશે અને ત્રીજા દિવસે 12:45 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 18 જાન્યુઆરી અને 17 ફેબ્રુઆરી 2025ના રોજ દોડશે.આ ટ્રેન બંને દિશામાં ભરૂચ, વિશ્વામિત્રી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજલપુર, સંત હિરદારામ નગર, વિદિશા, ગંજ બાસોદા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઓરાઈ, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રશાસપુર ખાતે ઊભી રહેશે, ચુનાર, વારાણસી, જૌનપુર, ઔંધિહાર અને ગાઝીપુર સિટી સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09031 વડોદરા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ હશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

Advertisement

જ્યારે ટ્રેન નંબર 09019/09020 વલસાડ-દાનાપુર મહાકુંભ મેળા સ્પેશિયલ વલસાડથી સવારે 8:40 કલાકે ઊપડશે અને બીજા દિવસે સાંજે 18:00 કલાકે દાનાપુર પહોંચશે. આ ટ્રેન 8, 17, 21, 25 જાન્યુઆરી અને 8, 15, 19, 26 ફેબ્રુઆરી, 2025ના રોજ દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09020 દાનાપુર-વલસાડ મહાકુંભ મેળા સ્પેશિયલ દાનાપુરથી 23:30 કલાકે ઊપડશે અને ત્રીજા દિવસે 9:30 કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન 9, 18, 22, 26 જાન્યુઆરી અને 9, 16, 20, 27 ફેબ્રુઆરી, 2025ના રોજ દોડશે. આ ટ્રેન બંને દિશામાં નવસારી, ભેસ્તાન, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, મૈહર, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, મિર્ઝાપુર, ચુનાર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર અને અરાહ સ્ટેશનો પર રોકાશે.

Advertisement
Tags :
Advertisement