ગુજરાતમાં નકલી EDની ટીમના 8 શખસો પકડાયા
- EDના સ્વાંગમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો શિકાર બનાવતા હતા,
- ઠગ ટોળકીએ EDના અધિકારીની ઓળક આપીને તોડ કરતા હતા,
અમદાવાદઃ ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમ નકલી સરકારી કચેરી, નકલી પોલીસ, નકલી ટોલનાકું, પીએમઓ અને સીએમઓના નકલી અધિકારીઓ પકડાયા બાદ હવે નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની ટીમને પૂર્વ કચ્છની લોકલ ક્રાઈમ પોલીસે દબોચી લીધી છે. આરોપીઓ પોતે ઈડી અધિકારીઓની ઓળખ આપીને વેપારીઓ અને ઉદ્યાગપતિઓને શિકાર બનાવતા હતા અને તોડ કરતા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ બની છે, આજ પ્રકારની વધુ એક ઘટના કચ્છમાંથી બહાર આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની નકલી ટીમ બનાવીને મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતી ગેંગના સભ્યોને ઝડપી લીધી છે.. ઇડીના નકલી ઓફિસર બનીને ઠગ ટોળકીએ ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવ્યા હતા. આરોપીઓમાં અમદાવાદની બે વ્યક્તિ, ભુજમાંથી એક તેમજ અન્ય જગ્યાએથી કુલ મળીને આઠથી વધુ લોકોની અટકાયત કરીને વધુ પૂછતાછ કરવામાં આની રહી છે.
સૂત્રોના કહેવા મુજબ પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને એ ડિવિઝન પોલીસની સંયુક્ત કામગીરીમાં નકલી અધિકારી અને કર્મચારી બનીને લોકો પાસે પૈસા પડાવતા કુલ 8 જેટલા ઇસમોને અલગ અલગ સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા ઇસમોમાં ગાંધીધામ, ભુજ અને અમદાવાદ ઉપરાંત રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાંથી નકલી ઇડીના અધિકારીઓ બનીને ફરતા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. જોકે પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર વિગતો બહાર પાડવામાં આવી નથી, આ અંગે અંજાર વિસ્તારના ડીવાયએસપીએ બનાવને સમર્થન આપ્યું હતું અને એલસીબી તથા ગાંધીધામ એ ડિવિઝન પીઆઇ દ્વારા આ મામલે દરોડો પાડવામાં આવ્યો હોવાનું કહ્યું હતું.