For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચોટિલા-જસદણ હાઈવે પર મધરાત બાદ ગેરકાયદે રેતી ભરેલા 8 ડમ્પરો પકડાયા

04:14 PM Dec 01, 2025 IST | Vinayak Barot
ચોટિલા જસદણ હાઈવે પર મધરાત બાદ ગેરકાયદે રેતી ભરેલા 8 ડમ્પરો પકડાયા
Advertisement
  • રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ડમ્પર સાથે કરોડોનો મુદ્દામાલ જપ્ત
  • પ્રાંત અધિકારીએ ટીમને સાથે રાખીને મધરાત બાદ ચેકિંગ કર્યું
  • તંત્રની કડક કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ

ચોટિલાઃ જિલ્લામાં ખનીજચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચોટિલાના પ્રાંત અધિકારી એચ.ટી મકવાણા અને તેમની ટીમે રાત્રે 2 વાગ્યે ચોટીલા-જસદણ હાઈવે પર વોચ ગોઠવીને ગેરકાયદેસર રેતીનું વહન કરતા આઠ ડમ્પરો ઝડપી લીધા હતા. ઝડપાયેલા તમામ ડમ્પરો રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ સાદી રેતી ભરેલા હતા. આ વાહનો તદ્દન ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરી રહ્યા હતા, જે ખનિજ ચોરીનો સ્પષ્ટ કેસ દર્શાવે છે. તંત્ર દ્વારા કુલ આઠ ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 3 કરોડ 22 લાખ આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા વાહનોને વધુ કાર્યવાહી માટે ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટિલા, સાયલા, મુળી અને થાન વિસ્તારમાં ખનીજચોરીના સૌથી વધુ બનાવો બની રહ્યા છે. ત્યારે ચોટિલાના નાયબ કલેકટર એચટી મકવાણા અને તેમની ટીમે ચોટિલા-જસદણ હાઈવે પર રાત્રીના બે વાગ્યે વોચ ગોઠવી હતી. દરમિયાન રેતી ભરેલા 8 ડમ્પરો પકડી પાડ્યા હતા. ઝડપાયેલા તમામ ડમ્પરો રોયલ્ટી પાસ વગરના અને ઓવરલોડ સાદી રેતી ભરેલા હતા. આ મામલે વાહન માલિકો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા વાહનોના માલિકોમાં મહેશભાઈ મંગળુભાઈ ખવડ, જયરાજભાઈ રંગપરા, ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા, રાજુભાઈ નાગરભાઇ કટોસરના, જયદેવભાઈ, સુરેશભાઈ મંગળુભાઈ ખવડ, રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડીયા અને શિવ એન્ટરપ્રાઈઝનો સમાવેશ થાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement