For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વાપીના ચણોદમાંથી 10 કિલોથી વધુ ગાંજા સાથે 8 આરોપીની ધરપકડ કરાઈ

11:15 AM Mar 20, 2025 IST | revoi editor
વાપીના ચણોદમાંથી 10 કિલોથી વધુ ગાંજા સાથે 8 આરોપીની ધરપકડ કરાઈ
Advertisement

સુરતઃ વાપીના ચણોદ ગામે વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છાપો મારી 10.080 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો અને રોકડા રૂ.29,050 જપ્ત કર્યા હતા. પોલીસે નેટવર્ક ચલાવતી મુખ્ય સુત્રધાર મહિલા અને બે તરૂણ સહિત આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હે.કો. દિપકસિંહ અને હે.કો. હસમુખ ગીગાભાઈને મળેલી બાતમીના આધારે પી.આઇ એ. યુવરોઝ અને ટીમે વાપીના ચણોદ ગામે શાંતિનગરમાં જનતા કોલોનીના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન મહિલા, બે તરૂણ સહિત આઠ શખ્સો મળી આવ્યા હતા. ત્યારે મકાનમાં તપાસ કરતા સફેદ કલરના પાવડર ભરેલી કોથળીઓ મળી આવી હતી. પોલીસે એફએસએલની મદદથી હાથ ધરેલા પરીક્ષણ દરમિયાન ગાંજો હોવાનું બહાર આવ્યું હતું.

Advertisement

પોલીસે 10.080 કિ.ગ્રામ. ગાંજો અને રોકડા રૂ.29,050 જપ્ત કરી મુખ્યસૂત્રધાર મંગલા શ્રીવાસ્તવ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં મંગલાબેન નિરજભાઈ શ્રીવાસ્તવ, બીપીનકુમાર સતેન્દર રાજવંશી, ઉદયકુમાર રામઆશિષ રાજવંશી, રાજકુમાર સુરજ રાજવંશી, ક્રિષ્ના ઉર્ફે કાલુ ચંદ્રકાન્ત ઉતેકર, મલ્લીકાઅર્જુન ઉર્ફે તમ્મા હનુમંતા કામળે અને બે તરૂણનો સમાવેશ થાય છે.

મહિલા છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે નેટવર્ક ચલાવતી હતી. ગાંજાનો નાની નાની પડીકી બનાવી છુટક અને ગ્રાહકોને ડીલવરી કરતી હતી. જથ્થો સુરતના શખ્સ પાસેથી મંગાવતી હતી. એસઓજીએ વાપીના ચણોદથી ગાંજાનો ધંધો કરતી મહિલા સહિત આઠ આરોપીની અટક કરી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં પકડાયેલા બે તરૂણ અને યુવાનનો ગાંજાનો ધંધો કરવા ઉપયોગ કરાતો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement