For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં MBA અને MCAના પ્રવેશના ચોથા રાઉન્ડ બાદ 79 બેઠકો ખાલી

02:25 PM Sep 07, 2025 IST | Vinayak Barot
સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં mba અને mcaના પ્રવેશના ચોથા રાઉન્ડ બાદ 79 બેઠકો ખાલી
Advertisement
  • 9મી સપ્ટેમ્બરે પ્રવેશનો પાંચમો ઓફલાઈન રાઉન્ડ યોજાશે,
  • 8મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે,
  • ફોર્મ ડાઉનલોડ કરી ડોક્યુમેન્ટની નકલ જોડી કાઉન્સેલિંગ સમયે લાવવાનુ રહેશે.

અમદાવાદઃ  એમબીએ-એમસીએની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ મુદતમાં વધારો કરાયા બાદ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કૉલેજોની ચોથા રાઉન્ડ બાદ ખાલી રહેલી 79 બેઠક પર પ્રવેશ માટે વધુ એક ઓફલાઇન પાંચમો રાઉન્ડ 9મીસપ્ટેમ્બરે યોજાશે. આ માટે 8 સપ્ટેમ્બર સધી ગૂગલ લિન્ક પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ ઉપરાંત ફોર્મ લિંક દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી માગેલ વિગતો તથા ડોક્યુમેન્ટની નકલ જોડી પ્રવેશ કાઉન્સેલિંગ સમય લાવવાનુ રહેશે.

Advertisement

રાજ્યમાં એમબીએ-એમસીએની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ મુદતમાં વધારો કરાયા બાદ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કૉલેજોની ચોથા રાઉન્ડ બાદ ખાલી રહેલી 79 બેઠક પર પ્રવેશ માટે વધુ એક ઓફલાઇન પાંચમો રાઉન્ડ 9મીસપ્ટેમ્બરે યોજાશે. જે વિદ્યાર્થીએ અગાઉની પ્રવેશ પ્રક્રિયામાં કોઈ પણ સંસ્થામાં પ્રવેશ લીધો હોય અને આ પ્રક્રિયા દરમિયાન અન્ય સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હોય તેઓ અગાઉ મેળવેલા પ્રવેશની કેન્સલેશન એપ્લિકેશન જૂની કોલેજમાં જમા કરાવવાની રહેશે. જે વિદ્યાર્થીએ એસીપીસી ખાતે ઓનલાઈન-ઓફલાઈન રજિસ્ટ્રેશન કરી રૂ. 500 રજિસ્ટ્રેશન ફી ભરી હોય તેમણે ફરી રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી.

એમસીએની કોલેજોમાં ખાલી બેઠકો રહી છે. જેમાં  એલડી, ગવર્મેન્ટ એસીએ કોલેજ, મણિનગર, ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, એમકે ભાવનગર યુનિ., ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, રોલવાલા કમ્પ્યુટર સેન્ટર,  ડિપા.ઓફ કમ્પ્યુટર સાયન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ,ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ,પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપા.ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજી, એસપી યુનિવર્સિટી, પીજી ડિપા.ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

Advertisement

જ્યારે એમબીએની આ કોલેજોની ખાલી બેઠકોમાં  ​​​​​​​ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એડમિનિ, ભાવનગર, સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીસ (ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડી), ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડીયાદ, એમ.એસ.પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડી, ડિપા.ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ભૂજ, એસ.કે.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, એચએનજીયુ,પાટણ, પીજી ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, એસ.પી.યુનિ.,વીવી નગર, આર ડી ગાર્ડી ડિપા.ઓફ બિઝનેસ મેનેજેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ડિપા.ઓફ બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, વીર નર્મદ યુનિવર્સિટી, સુરતનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement