હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.સંલગ્ન કોલેજોમાં પ્રવેશના 3 રાઉન્ડ બાદ 75 ટકા બેઠકો ખાલી

06:08 PM Jun 11, 2025 IST | revoi editor
Advertisement

પાટણઃ હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 500 કોલેજોમાં સ્નાતક અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશના ત્રીજા રાઉન્ડના અંતે 75 ટકા બેઠકો ખાલી રહી છે.  જીકાસ પોર્ટલ પર ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 60,000 બેઠકો સામે માત્ર 14,888 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

Advertisement

ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશની ઓનલાઈન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 500 જેટલી કોલેજોમાં 45000 બેઠકો ખાલી છે. પ્રવેશના પ્રથમ તબક્કામાં 31,000 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જોકે, તેમાંથી માત્ર 14,888 વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે. હાલમાં 45,000થી વધુ બેઠકો ખાલી છે. યુનિવર્સિટીએ 10 જૂને ચોથો રાઉન્ડ જાહેર કર્યો છે. મેરિટમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓ 11 અને 12 જૂને પ્રવેશ મેળવી શકશે. જીકાસ પોર્ટલ પર બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ 29 મેથી 13 જૂન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે. 21 જૂને પ્રથમ મેરિટ, 25 જૂને બીજું મેરિટ અને ત્યારબાદ ત્રીજું અને ચોથું મેરિટ જાહેર થશે.

પ્રવેશ સમન્વયક ડૉ. ધર્મેન્દ્ર ઠાકરના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષય અને કોલેજમાં મેરિટમાં આવવાની રાહ જોઈ રહ્યા છે. ધોરણ 12નું મોડું પરિણામ અને જાગૃતિના અભાવે ઘણા વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કામાં ફોર્મ ભર્યા નહોતા. આગામી રાઉન્ડમાં વધુ વિદ્યાર્થીઓના જોડાવાની અપેક્ષા છે. કુલ આઠ રાઉન્ડ સુધી ચાલનારી પ્રવેશ પ્રક્રિયામાં અંતે 65થી 70 ટકા બેઠકો ભરાવાનો અંદાજ છે.

Advertisement

Advertisement
Tags :
75 percent seats vacant after admissionAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesNorth Gujarat University - CollegesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article