For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કુંભમેળાને કારણે અમદાવાદથી પ્રયાગરાજના એરફેરમાં 7 ગણો વધારો

06:48 PM Jan 19, 2025 IST | revoi editor
કુંભમેળાને કારણે અમદાવાદથી પ્રયાગરાજના એરફેરમાં 7 ગણો વધારો
Advertisement
  • મહાકુંભના નામે ભક્તોને લૂંટતી એરલાઈન્સ કંપનીઓ
  • વિમાન ભાડું 6100થી 40000ને પાર પહોંચાડી દેવાયું
  • વિશ્વ હિન્દુ પરિષદે PM મોદીને પત્ર લખી હસ્તક્ષેપ કરવા અપીલ કરી

 અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં વધારો કરાયો છે. ગુજરાતમાંથી પણ રોજબરોજ અનેક યાત્રિકો ટ્રેન, લકઝરી બસ કે પોતાના વાહનો દ્વારા પ્રયાગરાજ જઈ રહ્યા છે. ઘણા પ્રવાસીઓ વિમાન દ્વારા પણ પ્રયાગરાજ જઈ રહ્યા છે. પણ પ્રવાસીઓના ધસારાનો ફાયદો લેવા માટે એરલાઈન્સ કંપનીઓએ એરફેરમાં તોતિંગ એટલે કે 7 ગણો વધારો ખરી દીધો છે. અમદાવાદથી પ્રયાગરાજ માટે જે વિમાન ભાડું પહેલાં 6100 રૂપિયાની આજુબાજુ હતું તે હવે 40 હજાર રૂપિયાને વટાવી ગયું છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી પ્રયાગરાજનું વિમાની ભાડું 6100 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ મહાકુંભને કારણે એરફેર સામાન્ય દિવસો કરતાં અંદાજે 7 ગણો વધારો થઈ ગયો છે. આગામી 25થી 27 જાન્યુઆરી દરમિયાન અમદાવાદથી પ્રયાગરાજનું વન-વે એરફેર રૂપિયા 22560થી 39500 રૂપિયાની આસપાસ છે. વધતા એરફેરથી નારાજ શ્રદ્ધાળુઓના મતે એરલાઈન્સના ફયુઅલનો ચાર્જ, એરપોર્ટ ટેક્સ, ગવર્નમેન્ટ ટેક્સ, સ્ટાફ પગાર, ઓપરેશન કોસ્ટ તથા અન્ય તમામ ખર્ચાની ગણતરી મુજબ એક સરખા હોવા છતાં સવારની ફ્‌લાઇટમાં, બપોરની ફ્‌લાઇટમાં, તહેવારોમાં, રજાઓમાં ભાડા દસ ગણા કઈ રીતે થઈ જાય છે? અમદાવાદ પ્રયાગરાજની એર ટિકિટ 40 હજારમાં વેચાય છે, શું સરકારનું વધતા એરફેર પર કોઈ નિયંત્રણ જ નહીં હોય?

આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર મંત્રી અશોક રાવલે અમદાવાદથી પ્રયાગરાજ જતા શ્રદ્ધાળુઓ માટે હવાઈ ભાડાંમાં કાપ મૂકવા વડાપ્રધાનને રજૂઆત કરતો પત્ર લખ્યો છે. તેમણે સરકારને હસ્તક્ષેપ કરવા અને ડીજીસીએને તાત્કાલિક હવાઈ ભાડાં અંગેનો રિવ્યુ કરી લઘુતમ ભાડાંની જાહેરાત કરવા અપીલ કરી છે. મહાકુંભનો પ્રસંગ કમાણી કરવા માટેનો અવસર નથી.  જાણકારોના મતે, લો કોસ્ટ એરલાઈન્સ અમુક ટિકિટ લો કોસ્ટના નામે વેચી બાકી બધી જ ટિકિટો ડબલ અને 3થી 5 ગણાં ભાવે વેચતી હોય છે. લો કોસ્ટના નામે ટિકિટ નોન રિફંડેબલ હોય છે અને એરલાઈન્સ દ્વારા કોઈ રીફંડ આપવામાં નથી આવતું. લો કોસ્ટના નામે ફલાઈટમાં કોઈપણ જાતની સર્વિસ અપાતી નથી ઘણી એરલાઈન્સે તો પાણી પણ આપવાનું બંધ કર્યું છે.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement