For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બનાસકાંઠા હાઈવે પર પીધેલાને પકડવા માટે 7 નવી ચેકપોસ્ટ કાર્યરત

05:34 PM Dec 31, 2024 IST | revoi editor
બનાસકાંઠા હાઈવે પર પીધેલાને પકડવા માટે 7 નવી ચેકપોસ્ટ કાર્યરત
Advertisement
  • બનાસકાંઠામાં 17 જેટલી ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ
  • પીધેલાને પકડવા બ્રેથલાઈઝરથી કરાતું ચેકિંગ
  • તમામ ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસ વડાનું મોનિટરિંગ

પાલનપુરઃ આજે થર્ટી ફસ્ટને લઇ બનાસકાંઠા જિલ્લા પોલીસ સતર્ક બની છે, અને દારૂ પીધેલાઓને પકડવા માટે સાત નવી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.  જિલ્લામાં નવ ચેકપોસ્ટ હતી અને સાત નવી ઉભી કરાતા કુલ 16 ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા દારૂ પીધેલાને પકડવા માટે બોડીવોર્ન કેમરા અને બ્રેથલાઇઝરથી વાહનચાલકોને ચેક કરવામાં આવી રહ્યા છે. દરમિયાન  જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સરપ્રાઇઝ ચેકિંગ કરીને પોલીસ જવાનોને કડક સૂચના આપીને કહ્યુ હતું કે, દારૂડિયાને પકડવામાં  કઇપણ બેદરકારી રાખી તો તત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે.

Advertisement

ગુજરાતમાંથી ઘણાબધા લોકો થર્ટી ફર્સ્ટની ઊજવણી માટે માઉન્ટ આબુ અને રાજસ્થાનના અન્ય ફરવા લાયક સ્થળોએ ગયા છે. ત્યાંથી દારૂ પીધેલી હાલતમાં વાહનો સાથે ગુજરાતમાં પ્રવેશે તો તેમને પકડવા વધારાની ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. રાજસ્થાનમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ કરી પરત ગુજરાત આવતાં ઇસમોને ઝડપી પાડવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આકરું વલણ અપનાવતા જિલ્લાની દરેક ચેકપોસ્ટ પર કડક સુરક્ષા ગોઠવતા અને એક્સ્ટ્રા સ્ટાફ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં એક પોલીસ ઇન્સ્પેકટર, બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સાથે અનેક કર્મચારીઓને સ્ટેન્ડ બાય છે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા જાતે દરેક ચેકપોસ્ટ પર સરપ્રાઇઝ ચેકીંગ કરી રહ્યા છે. જિલ્લા પોલીસ વડાએ ચેતવણી આપતા પોલીસકર્મીઓને કહ્યું કે, થર્ટી ફસ્ટને લઈ સુરક્ષામાં કોઇ પર પ્રકારની લાપરવાહી કરવામાં આવશે તો જવાબદાર કર્મચારીને સસ્પેન્ડ કરવાની કડક સૂચના આપી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement