For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જંબુસર-આમોદ હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ ઈકોકાર અથડાતા 7નાં મોત, 3 ગંભીર

05:58 PM Nov 19, 2024 IST | revoi editor
જંબુસર આમોદ હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ ઈકોકાર અથડાતા 7નાં મોત  3 ગંભીર
Advertisement
  • ઈકોકારમાં પ્રવાસીઓ શુકલ તિર્થ યાત્રાએ જતા હતા,
  • ટ્રકને પંકચર પડ્યુ હોવાથી ટ્રકચાલક ટાયર બદલતો હતો,
  • બીજા અકસ્માતના બનાવમાં આમોદ હાઈવે પર કાર અકસ્માતમાં બેના મોત

ભરૂચઃ નેશનલ અને સ્ટેટ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં જંબુસર-આમોદ હાઈવે પર રોડ સાઈડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ પૂરફાટ ઝડપે ઈકોકાર અથડાતા ઈકોકારમાં પ્રવાસ કરી રહેલા 6 લોકોના ઘટલા સ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આ બનાવમાં ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે બીજો અકસ્માતનો બનાવ આમોદના માતર ગામ નજીક સર્જાયો હતો. કાર ચાલકને ઝોકુ આવતાં અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. બે કાર ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો

Advertisement

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, જબુંસરના લોકો શુકલતીર્થ જાત્રાએ જતા સમયે મંગણાદ નજીક હાઈવે ઉભેલી ટ્રકની પાછળ ઈકોવાન ધડાકા ભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં બાળકો,મહિલા અને પુરૂષો સહિત 10 લોકોમાંથી 6 લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે ચાર લોકો ગંભીર હાલતમાં પહેલા જબુંસર અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બધું એક મહિલાનું મોત નીપજ્યું હતું.જેથી મૃત્યુ આંક સાત પર પહોંચ્યો છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ જબુંસર તાલુકાના વેડચ,પાંચકડા અને ટંકારી બંદરના સગા સંબંધીઓએ ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે જાત્રા અને મેળામાં જવાનું નક્કી કર્યું હતું. કુલ 10 લોકો ગતરોજ રાત્રીના ઇક્કોકાર લઈને ભરૂચ તરફ જવા નીકળ્યા હતા. જબુંસર-આમોદ માર્ગ પરથી ઈકોકારમાં પસાર થઈ રહ્યા તે સમયે મંગણાદ નજીક હાઈવે પર એક ટ્રકની પાછળ ધડાકાભેર ઈકોકાર અથડાઈ હતી. ટ્રકનું પંચર પડ્યું હોય ટ્રકચાલક ઉભી રાખી ટાયર બદલતા હતા.તે સમયે ઇક્કોકાર ધડાકાભેર ઉભેલી ટ્રકના પાછળ ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર લોકોની ચીસોથી આસપાસના લોકો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.જોકે અકસ્માત એટલો ભયાનક હતો.કે,જેમાં કારમાં સવાર લોકો ઇક્કોકારમાં ફસાઈ ગયા હતાં.

Advertisement

અકસ્માતની જાણ થતા જ જબુંસરના પીઆઈ એ.વી. પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી સ્થાનિકોની સાથે રાહત કામગીરી હાથ ધરી હતી. જેમાં કારમાં ફસાયેલા લોકોને કારના પતરા ચીરીને બહાર કાઢ્યા હતા.જેમાં 6 લોકોના તો સ્થળ પર જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે જબુંસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.ઘટનાની જાણ થતા ધારાસભ્ય ડી.કે.સ્વામી અને ડીવાયએસપી પી.એન. ચૌધરી પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. હોસ્પિટલમાં સારવારમાં એક અન્ય વ્યક્તિનું મોત થતા મૃત્યુઆંક 07 પર પહોંચ્યો હતો. આ મામલે જબુંસર પોલીસે ત્રણ મહિલા,બે પુરૂષ અને બે બાળકોના મોત અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.જબુંસર નગરમાં એક જ સાથે સાત લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે.

જ્યારે બીજો અકસ્માતનો બનાવ આમોદના માતર ગામ નજીક પાસે સર્જાયો હતો.. અમદાવાદ-મુંબઈ હાઇવે પર બે કાર ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં મોત નીપજ્યા હતા. કચ્છથી મુંબઈ તરફ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર ચાલકને ઝોકુ આવતાં અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

Advertisement
Tags :
Advertisement