For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સીબીએસસી બોર્ડમાં ધો,9 અને 10માં 7.90 લાખ વિદ્યાર્થીઓએ AI વિષય પસંદ કર્યો

03:05 PM Dec 14, 2024 IST | revoi editor
સીબીએસસી બોર્ડમાં ધો 9 અને 10માં 7 90 લાખ વિદ્યાર્થીઓએ ai વિષય પસંદ કર્યો
Advertisement

• ધોરણ 10 અને 12માં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ AI પસંદ કર્યો
• CBSCની સ્કૂલોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય મળ્યો રિસ્પોન્સ
• 944 શાળામાં ભણાવાય છે, AI વિષય

Advertisement

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC) ના શૈક્ષણિક સત્ર 2024-25માં દેશમાં 7.90 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિષય પસંદ કર્યો હતો. ધોરણ 11 અને 12ના લગભગ 50,343 વિદ્યાર્થીઓ આ વિષય સાથે જોડાયેલા હતા. વર્ષ 2019થી CBSEએ તેના અભ્યાસક્રમમાં AI નો સમાવેશ કર્યો હતો. નવમા અને દસમા ધોરણની લગભગ 4538 શાળાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિષય ભણાવવામાં આવે છે. એવી જ રીતે ઉચ્ચત્તર માધ્યમિક સ્તરે 944 શાળાઓમાં એઆઈનો વિષય ભણાવવામાં આવે છે.

આજના કોમ્પ્યુટર યુગમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો જમાનો આવી રહ્યો છે. એઆઈ ટેકનોલોજીથી ક્રાંતિકારી પરિવર્તન આવશે, ત્યારે ભવિષ્યની માગને ધ્યાનમાં રાખીને શાળાઓમાં એઆઈનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવી રહ્યો છે. સીબીએસઈ બોર્ડની સ્કૂલોમાં એઆઈ વિષય ભણાવવામાં આવે છે. શિક્ષણ બોર્ડમાં AI અભ્યાસક્રમ અંગે લોકસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી જયંત ચૌધરીએ જવાબ આપતા મહત્વની વિગતો સામે આવી છે. લોકસભામાં માહિતી અપાઈ હતી કે, CBSE બોર્ડે 2019માં તેની સંલગ્ન શાળાઓમાં ‘’એઆઈ’’ કોર્સ શરૂ કર્યો હતો જેથી વિદ્યાર્થીઓમાં તેની એપ્લિકેશનને સમજવા અને તેની સરાહના કરવાની ક્ષમતા વિકસાવવામાં આવે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, CBSE સાથે સંલગ્ન 30,373 શાળાઓમાંથી 29,719 શાળાઓમાં CBSE એફિલિએશન પેટા-નિયમો મુજબ IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. શિક્ષણ, ઉદ્યોગ, વેપાર વાણિજ્ય, આઇટી સહિતના મોટાભાગના ક્ષેત્રોમાં હવે એઆઇએ મહત્ત્વનું સ્થાન લીધું છે ત્યારે વિદ્યાર્થીઓને પણ સ્કૂલ સમયથી જ ટેક્નોલોજીનું શિક્ષણ મળે તે માટે આ વિષય દાખલ કર્યો છે.

Advertisement

દેશમાં ધો.9-10ની 4538 અને ધો.11-12ની 944 શાળામાં વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ભણાવાય છે. તેમજ આ કોર્સ ધોરણ 8માં 15 કલાકના મોડ્યુલ તરીકે અને ધોરણ 9 થી 12 માં કૌશલ્ય વિષય તરીકે ભણાવવામાં આવે છે. AIના રોજબરોજના ઉપયોગ અને વધતા જતા વલણને ધ્યાનમાં રાખીને AI વિષયને શાળાઓમાં દાખલ કરવામાં આવ્યો હતો. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હવે લગભગ દરેક ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું છે. હવે તે ટ્યુશન ટીચરની જગ્યા પણ લેવા જઈ રહ્યું છે. આજકાલ કોઈપણ ક્ષેત્ર હોય તેમાં એઆઈનો ઉપયોગ વધવા લાગ્યો છે. AIનો ઉપયોગ વ્યવસાયથી લઈને ગેમિંગ, માર્કેટિંગ અને ફેશન ઉદ્યોગ સુધી દરેક જગ્યાએ થાય છે. બાળકોએ અભ્યાસમાં પણ AI નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

હવે ઉચ્ચ શિક્ષણમાં પણ AIની ભૂમિકા વધી છે. શાળાકીય શિક્ષણમાં આ વિષયમાં વિદ્યાર્થીઓના વધુ સારા આધારને કારણે તેઓને ઉચ્ચ શિક્ષણમાં લાભ મળી રહ્યો છે. આગામી સમયમાં પણ AI પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધુ વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, એઆઈ ટૂલ ચેટ જીપીટી પણ વર્ષ 2019 પછી જ લોન્ચ કરવામાં આવ્યું છે. ચેટ જીપીટી પછી હવે ઘણા AI ટૂલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement