રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 8 મહિનામાં વિના ટિકિટે 62,803 પ્રવાસીઓ પકડાયાં
- ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરતાં 62, 803 પ્રવાસીઓ પાસેથી 4.40 કરોડનો દંડ વસુલાયો,
- લોકલ ટ્રેનોમાં કિકિટ વિના પ્રવાસ કરનારા વધુ પકડાયાં,
- એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચમાં વધુ ખૂદાબક્ષો પકડાયાં
રાજકોટઃ ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા સામે રાજકોટ ડિવિઝન દ્વારા ચેકિંગ ઝૂંબેશ આદરવામાં આવી હતી. જેમાં એપ્રિલથી નવેમ્બર-2024 દરમિયાન ટિકિટ વિના પ્રવાસ કરતાં 62.803 પ્રવાસીઓ પાસેથી દંડપેટે રૂ.4.40 કરોડની રકમની વસુલાત કરી હતી.
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટ્રેનોમાં મુસાફરોને આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે પગલાં લાવામાં આવતા હોય છે. મેલ/એક્સપ્રેસ, હોલિડે સ્પેશિયલ તેમજ લોકલ ટ્રેનમાં ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત અનુભવી ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલથી નવેમ્બર, 2024 દરમિયાન અનેક ટિકિટ ચેકિંગ ડ્રાઈવો હાથ ધરવામાં આવી હતી, જેમાં રૂ.4.40 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. નવેમ્બર-2024 દરમિયાન ટિકિટ વિનાના, લગેજ બુક ન કરાવ્યો હોય તેવા અને ઉચ્ચ વર્ગમાં યાત્રા કરતાં હોય એવા અનધિકૃત/અનિયમિત મુસાફરીના 6377 મામલા શોધીને રૂ.41.22 લાખની રકમ વસૂલ કરવામાં આવી હતી. ગેરકાયદેસર યાત્રા કરતા મુસાફરોને રોકવા માટે નિયમિત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. આ ડ્રાઈવોના પરિણામે એપ્રિલથી નવેમ્બર-2024 દરમિયાન અંદાજે 62803 અનધિકૃત યાત્રીઓ પાસેથી 4.40 કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝન લોકોને હંમેશા ટિકિટ લઈને સન્માન સાથે મુસાફરી કરવાની અપીલ કરે છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા લોકોને રોકવા માટે એપ્રિલથી નવેમ્બર મહિના દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રેલવેમાં દરરોજ મોટી સંખ્યામાં એવા યાત્રિકો પકડાય છે જેઓ નિયત ટિકિટ લીધા વિના યાત્રા કરતા હોય છે. કેટલાકે મોટા પ્રમાણમાં લઇ જતા સામાનનું બુકિંગ કરાવ્યું નથી હોતું. તો કેટલાક તેની યાત્રાની કેટેગરી કરતા ઉચ્ચ શ્રેણીમાં બેસીને યાત્રા કરતા હોય છે. આવા યાત્રિકો સામે રેલવે વિભાગ નિયમિત ચેકિંગ ઝુંબેશ ચલાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, લોકલ ટ્રેનોમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે.