મહારાષ્ટ્રમાં 60 ટકા જેટલુ અને ઝારખંડમાં 70 ટકા જેટલુ મતદાન
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે સવારે 7 કલાકે મતદાન શરૂ થયું હતું અને સાંજના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. મહારાષ્ટ્રમાં પાંચ વાગ્યા સુધી 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા જેટલુ મતદાન થયું હતું. સાંજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી એકંદરે મહારાષ્ટ્રમાં 60થી 65 ટકા અને ઝારખંડમાં 70થી 75 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. બંને રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મહાલમાં મતદાન યોજાયું હતું. કેટલાક સ્થળો ઉપર કાર્યકરો વચ્ચે ઝપાઝપીના બનાવો બન્યાં હતા.
મહારાષ્ટ્રમાં સવારથી ધીમી ગતિએ મતદાન થતા રાજકીય આગેવાનો પણ ચિંતામાં વધારો થયો હતો. તેમજ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે બહાર આવે તે માટે અપીલ કરી હતી. બીજી તરફ ઝારખંડમાં મતદાન કેન્દ્રો ઉપર સવારથી મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી. બંને રાજ્યમાં મતદાન બાદ એનડીએ અને ઈન્ડી ગઠબંધન દ્વારા જીતના દાવા કરવામાં આવ્યાં છે. બંને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સાથે કેટલાક રાજ્યની વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પણ પેટા ચૂંટણી યોજાઈ હતી.
ઝારખંડમાં સવારે ચાર કલાકમાં ચાર કલાક દરમિયાન બોકારો જિલ્લામાં 27.72 ટકા, દેવધરમાં 32.84 ટકા, ધનબાદમાં 28.02, દુમકામાં 33.05, ગિરીડીહ 31.56, ગોડ્ડામાં 33.39, હજારીબાગમાં 31.04 ટકા, જામતાડામાં 33.78 ટકા, પાકુડમાં 35.15 ટકા, રામગઢમાં 33.45 ટકા, રાંચીમાં 34.75 ટકા અને સાહેબગંજમાં 30.90 ટકા જેટલુ મતદાન થયું છે.